ટોલ ટેક્સ ન આપવા બાબતે ૪ યુવાનોએ કર્મચારીને માર મારી તોડફોડ કરી

0
24

દાહોદ,તા.૧૨
દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલા વરોડ ટોલનાકા પર ટોલ ટેક્સ ન ચૂકવવા માટે ૧૦ સપ્ટેમ્બરની રાત્રે ૪ યુવાનોએ કર્મચારીને માર મારીને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટવી સામે આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલા વરોડ ટોલ નાકા પર ટોલ ટેક્સ પરથી ૧૦ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૦ વાગ્યે ચાર યુવાનો કારમાં પસાર થઇ રહ્યા હતા. ટોલ નાકાના કર્મચારીએ યુવાનો પાસેથી ટોલ ટેક્સ માંગતા યુવાનો ગુસ્સે થઇ ગયા હતા અને અમારી ગાડી કેમ રોકી અને આટલો ટોલ ટેક્સ કેમ લો છો, તેમ કહીને ટોલ નાકાના કર્મચારીને માર માર્યો હતો. અને ચારેય યુવાનોએ લાકડીઓ અને ડંડાથી ટોલ નાકાના કેબિનની તોડફોડ કરી હતી. અને કોમ્પ્યુટર સહિતની વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ મામલે કર્મચારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અને સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY