દાહોદ,તા.૨૭
દાહોદના ભીલવાડા વિસ્તારના મકાનમાં ગેસની બોટલ લીકેજ થયા બાદ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં પરિવારના ૩ સભ્યો અને ફાયર બ્રિગેડના ૨ કર્મચારીઓ દાઝયા હતા. તેઓને તુરંત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદના ભીલવાડા વિસ્તારના એક મકાનમાં રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થયો હતો. ગેસ સિલિન્ડર લીકેજ થતાં જ ઘરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં પરિવારના ૩ સભ્યો દાઝયા હતા. ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડના ૨ કર્મચારીઓ પણ દાઝયા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગેસના સિલિન્ડરને દાહોદ ફાયર બ્રિગેડની ટીમે નજીકમાં જ આવેલા છાબ તળાવમાં ફેંકી દીધો હતો. હાલ તમામ ૫ ઇજાગ્રસ્તો દાહોદ સરકારી દવાખામાં સારવાર લઇ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


