જાહેરમાં પેશાબ કરતા યુવકને ૫૦ રૂપિયાનો દંડ ફટકારાયો

0
16

ડોદરા,તા.૧૪
જાહેરમાં પેશાબ અને થુંકનારા સામે દંડનુ શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરનાર પાલિકાની નજરમાં બે કિસ્સા આવ્યા હતા. વડોદરામાં પહેલી વખત જાહેરમાં પેશાબ કરનારા યુવકને ૫૦ રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે. જ્યારે સીસીટીવી કેમેરાની નજરે ઝડપાયેલા પાનની પિચકારી મારનારા શખ્સની બાઇક નંબરના આધારે ઓળખ કરીને તેને ઇ-મેમો આપવામાં આવશે.
અમદાવાદ અને રાજકોટ બાદ વડોદરામાં જાહેરમાં પેશાબ તેમજ થૂંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વડોદરા પાલિકાએ પબ્લિક હેલ્થ બાયલોઝ બનાવ્યા છે અને તેના આધારે જુદા જુદા વહીવટી ચાર્જ અને પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી છે. અંતર્ગત, વહીવટી વોર્ડ નંબર ૬ની સેનેટરી ટીમ તા.૧૩ના રોજ સવા ૫ વાગે અકોટા રોડ સ્થિત સહજાનંદ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતી હતી ત્યારે એક યુવક બસની પાછળ ઉભા રહીને જાહેરમાં પેશાબ કરતો હોવાનુ નજરે ચડ્યુ હતું. જેથી, આ સેનેટરી ટીમના અધિકારીએ આ યુવકનો ફોટો પાડયો હતો અને તેને બતાવીને તેના નામ સરનામાની પૂછપરછ કરી હતી. આ યુવકને વોર્ડ નં-૬ના અધિકારી સૈયદ બેગ મિર્ઝાએ રૂ.૫૦ની પાવતી આપી હતી. જેમાં, જાહેરમાં પેશાબ કરનાર યુવકનુ નામ જાવેદ અને વાસણા રોડ સ્થિત વિદ્યાધર સોસાયટીમાં રહેતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
પાલિકાના સિટી કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર સ્થિત સીસીટીવી કેમેરા કંટ્રોલરૂમમાં ન્યૂ વીઆઇપી રોડ સ્થિત ખોડિયારનગર ચાર રસ્તા પાસેથી પસાર થતા બાઇકસવાર યુવક પાન પડીકીની પિચકારી મારતો ઝડપાયો હતો. જેથી આ યુવકનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. વગર હેલમેટે મુસાફરી કરી રહેલા આ યુવકની બાઇકના નંબર આધારે ઓળખ કરી મેમો આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY