પીપી સવાણી સ્કૂલ પાસે રૂ.૫ લાખનો તોડ કરવાના મુદ્દે વિજલન્સ કમિશનમાં ફરિયાદ
અબ્રામાં પાસે હાઈટેન્શન લાઈન અંડરગ્રાઉન્ડ કરવા વીજ કંપનીના અધિકારીએ રૂ. પાંચ લાખની લાંચ લીધી હોવાનો પીપી સવામી સ્કૂલનો ખુલ્લો આરોપ
સુરત, તા.૨૦
અબ્રામા પી.પી. સવાણી સ્કૂલ કેમ્પસ પાસેની ભયજનક હાઈટેન્શન લાઈન અંડરગ્રાઉન્ડ કરવા માટે રૂ.પાંચ લાખનો તોડ કરનાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભ્રષ્ટાચાર અંગે ગુજરાત વિજીલન્સ કમિશનને ફરિયાદ કરવામાં આવી હતી. પી.પી. સવાણી સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર રાકેશકુમાર રાયે વિજીલન્સ કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ડીજીવીસીએલના ભ્રષ્ટાચારીઅોની સામે તા.૨૬મીએ પ્રતિïક ધરણા કરવામાં આવશે. તેમજ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો અઠવાડિયા પછી આમરણાંત ઉપવાસની ચીમકી આપવામાં આવી છે.
આજે પી.પી. સવાણી સ્કૂલે વિજીલન્સ કમિશન ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હમો અબ્રામા મુકામે પી.પી. સવાણી સ્કૂલ સંકુલ સંસ્થા ચલાવીએ છીએ, આ સંકુલમાં મોટા વરાછાથી અબ્રામા જતા કેમ્પસની આગળ રોડ તરફ હાઈટેન્શન લાઈન પસાર થાય છે. જે લાઈનમાં ચોમાસા દરમ્યાન અવાર નવાર ફોલ્ટ આવે છે જેના કારણે ઘણીવાર વાયરો નીચે પડી જતાં હોય છે અને આ રોડ પર સ્કૂલ બસ બાળકો પસાર થતા હોય, અકસ્માતનું જાખમ રહે છે.
આ કારણે અમારા ઈલેક્ટ્રીક વાયરમેન દ્વારા જયેશભાઈ પટેલ ઈલેક્ટ્રીકલ લાઈન કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી આ ખુલ્લી લાઈનને બદલે કેબલ પાથરીï, લાઈન જમીનમાં નાંખી દેવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ, જેથી જયેશભાઈએ આ કામ માટે અંદાજે પાંચેક લાખ રૂપિયા થશે તેમ જણાવતાં અમોએ આ કામગીરી અગત્યની હોય કરવા જણાવેલ જેથી તેઅો અમારી પાસેથી ૨ લાખ રૂપિયા તા.૪-૬-૨૦૧૮ના રોજ લઈ ગયેલ. ત્યારબાદ અમોએ આ કામ બાબતે ફોન કરી પૂછતાં તેઅોએ જણાવેલ કે હજુ આ લાઈનની મંજૂરી લેવાની કામગીરી ચાલુ છે તો માટે ઉપર સુધી વહીવટ કરવાનો હોય, મને હજુ ત્રણ લાખ રૂપિયા પહોîચાડો.
જેથી અમોએ તેમને તા.૨૮-૯-૨૦૧૮ના રોજ ત્રણ લાખ રૂપિયા આપેલ, ત્યારબાદ બે મહિના થવા છતાં આ કામ થયેલ નહીં, જેથી અમોએ જયેશભાઈનો સંપર્ક કરતા તેઅો આ કામ થઈ જશે તેમ જણાવેલ. આ દરમ્યાન અમારી સકૂલના મીટરોમાં લોડ વધી જતો હોય, અવાર નવાર સમસ્યા આવતી હોય, જયેશભાઈએ જણાવેલ કે એક કનેકશન માટે અઢી લાખનો ખર્ચ થશે, જેથી અમોએ જણાવેલ કે વાંધો નહીં, પરંતુ અમારી લાઈન બદલવાની કામગીરી જલદીથી કરવા કહેલ. આ બાબતે અમોએ અમારા ટ્રસ્ટીઅોને જણાવતાં તેઅોએ કહેલ કે હજુ સુધી આગળનું કામ લાઈનનું કામ થયેલ ન હોય, પહેલા તે કામ કરાવડાવો, જેથી અમોએ જયેશભાઈને ફોન કરીને જણાવેલ જેથી તેઅોએ મને જણાવેલ કે મારે ઉપર સુધી વાતચીત થઈ ગયેલ હોય, અમારી કચેરીમાં આવીને જમાવેલ કે મને આઈસ્ક્રીમવાલા સાહેબનો ફોન આવેલ છે કે કનેકશન મંજુરી પેટેના રૂપિયા આપવાના છે.
તમને વિશ્વાસ ન હોય તો તમે મારી સાથે ૨૦ લાખ રૂપિયા લઈને આપણે આઈસ્ક્રીમવાલા સાહેબના ઘરે જઈએ, આથી અમોએ વલ્લભભાઈને પૂછતાં તેઅોએ ના કહેલ અને આ બાબતે મને કઠોર જીઈબીની કચેરીએ જઈને અધિકારી મળવા કહેલ જેથી મે કઠોર કચેરીએ જઈ અમારા મીટરોમાં લોડ વધારવા કરવા જણાવતા કચેરીમાં હાજરી કમલેશભાઈ નામના અધિકારીએ અરજી ફોર્મ ભરાવીને આ લોડ વધારા કરવા અંગેની ફોર્માલીટી કરી આપેલ. આ અમોએ કંપનીમાં ભરવાની થતી ફી ડી.ડી.થી ભરી આપેલ, આ બાબતની જાણ જયેશભાઈને થતા તેઅોએ મારો સંપર્ક કરેલ અને કહેલ કે હવે મારૂ કામ કેમ થાય છે તે હું જાવું છું અને આ અધિકારીઅો કેમ કઠોરમાં નોકરી કરે છે તે પણ હું જાઈ લઈશ, જેથી મેî તેમને કહેલ કે તો પછી અમોએ આપેલ પાંચ લાખ રૂપિયા પરત કરી જાવ.
ત્યારબાદ તેઅો પૈસા પાછા આપવા આવે નહીં, પરંતુ તેમનો ફોન આવેલ કે રાય સાહેબ, કઠોરના બંને અધિકારીઅોની ટ્રાન્સફર કરાવી દીધી છે, આ સાંભળીને હું અવાક થઈ ગયેલ. અમારી સ્કૂલ માટેના મીટરોનું જે કામ અધિકારીઅો દ્વારા ઈમાનદારીથી કરી આપવામાં આવેલ તે અધિકારીઅોને અમારા કારણે આપના દ્વારા બદલી કરવામાં આવેલ તે તદ્દન ખોટું છે. જેથી મારી વિનંતી છે કે આ અધિકારીની બદલીઅો રદ્દ કરવામાં આવે તથા જયેશભાઈ કોન્ટ્રાક્ટર તથા આઈસ્ક્રીમવાલા સાહેબની સાંઠગાંઠને ખુલ્લી પાડી, પુરતી તપાસ કરાવવા વિનંતી કરવામાં આવી હતી.
અરજïદાર રાકેશ રાય તથા જનતાના માણસો ૨૬મી તારીખે સવારે ૧૧ થી સાંજે ૫ ના સમયïે ૫૦૦ થી વધુ માણસો ભેગા થઈને ‘‘પ્રતિક ધરણા’’ ઉપર ઉતરવાના છીએ.
જા કમનસીબે અમારી માંગણીને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને અમોને ન્યાય નહીં મળે તો એક અઠવાડીયા પછી અચોક્કસ મુદ્દત માટે આમરણાંત ઉપવાસ પર જઈશું. જેની ગંભીર નોîધ લેવા અરજ કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



