હ્રદયની તકલીફમાં વિનામુલ્યે મળી સારવાર મુખ્યમત્રી અમૃતમ“મા” અને “મા વાત્સલ્ય” યોજના થકી અનેક ગરીબ પરીવારોનાં બુઝાતા દિપકમાં રોશની પ્રસરે છે-મયુરભાઇ રાવલ
જૂનાગઢ : માં અમૃત્તમ અને માં અમૃત્તમ વાત્સલ્ય યોજના હેઠળ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇ ને લેબોરેટરી, ઓપ્રેસન, દવાઓ, દર્દીનો ખોરાક તેમજ અન્ય સેવાઓ ફ્રી મા આપવામાં આવે છે અને દર્દી નો મુસાફરી નો પણ ચાર્જ (રૂ.૩૦૦) હોસ્પિટલ દ્વારા ચૂકવાય છે, આ યોજના અતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “મા”અને “મા વાત્સલ્ય ” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ મળેલ નિયત સારવાર નો ખર્ચે માન્ય હોસ્પિટલ મા જઈ ને લાભ લઇ શકે છે. મુખ્યમંત્રી અમૃતમ “માં”અને મા વાત્સલ્ય યોજના જે યોજના હેલ્થ ઈન્સ્યોરન્સ આધારિત છે જેમાં કોઈપણ અન્ય વીમા કંપનીનો સમાવેશ થતો નથી.ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂ.૩,00,000/- (અંકે રૂપિયા ત્રણ લાખ) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીએ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો ઉપરાંત નીચલા મધ્યમ વર્ગીય પરિવારો, રાજ્ય સરકારના વર્ગ – ત્રણ અને વર્ગ -ચારના ફિકસ પગારના કર્મચારીઓ, પત્રકારો અને તેમના પરિવારજનો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશાવર્કર બહેનો અને તેના પરિવારજનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે અંતર્ગત પત્રકારોને આરોગ્ય સેવામાં સાંકળી લેવાતા આ સેવાનાં લાભ થકી માણાવદરનાં એક જરરુીયાતમંદ પત્રકારની જીવનલીલાને જીવતદાન મળ્યુ છે.
મયુરભાઇ હોસ્પીટલે સારવાર દરમ્યાન એટલુ સમજ્યા કે પત્રકાર તરીકે મને જાણ નહોંતી પણ હવે ખબર પડી કે આ યોજના હેઠળ દાઝેલા, હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, અકસ્માત, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર ઓપરેશન જેવી કુલ-૬૨૮ જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકાર ની સારવાર આપવામાં આવે છે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને બીમારીમાં સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા માં અમૃત્તમ અને માં વાત્સલ્ય યોજના અમલમાં છે. સારવાર માટે મળતી રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સહાયની રકમ બે લાખથી વધારીને ત્રણ લાખ કરવામાં આવી છે. ઉપરાંત ઘૂંટણ અને થાપાની સર્જરી માટે ૪0000ની સહાય મળવા પાત્ર છે. જયારે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તેમજ કિડની અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર પ્રોસીઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સારવારનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા કુંટુંબના પરિવારના પાંચ સભ્યોને મળી શકશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





