રાજેન્દ્રસિંહ રાણા પ્રદેશ કોગ્રેસમાં મહામંત્રી તરીકે પસંદગી પામ્યા
ભરૂચ કોગ્રેસમાં છવાયેલી આનંદની લાગણી
ભરૂચ, તા.૨૦
ભરૂચ જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ગુજરાત પ્રદેશ કોîગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણૂંક થતા કોîગી વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
રાજેન્દ્રસિંહ રાણાએ એનએસયુઆઈથી લઈ યુથ કોગ્રેસના સાત વર્ષ સુધી સફળ કામગીરી કરી છે અને તયારબાદ ભરૂચ જિલ્લા કોગ્રેસ સંગઠનમાં બુથ લેવલથી લઈને અનેક મહત્ત્વની જવાબદારી અદા કરી છે. જિલ્લા કોગ્રેસ પ્રમુખ બન્યા બાદ તેમના નેતૃત્વમાં અને તેમની સૂઝબૂઝ તથા આવડતનાં લીધે જિલ્લા પંચાયત તેમજ જંબુસર અને આમોદ તાલુકા પંચાયતમાં કોગ્રેસ સત્તા પ્રાપ્ત કરી હતી. સંગઠનના મજબૂત એવા રાજેન્દ્રસિંહ રાણાની હવે પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂંક થતા તેઅોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેશે. જિલ્લા કોîગી અગ્રણીઅોએ રાજેન્દ્રસિંહ રાણાને સંગઠનમાં પોતાની કામગીરીથી રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું પણ ધ્યાન ખેîચનાર રાજેન્દ્રસિંહ રાણા યુથ કોîગ્રેસના પ્રમુખ હતા. ત્યારે તેમણે જિલ્લાના યુથ કોગ્રેસને જે મજબૂતી બખ્શી હતી એ આજની ઘડીએ પણ એવી જ છે અને રાજ્યકક્ષાએ પણ ભરૂચ જિલ્લા યુથ કોîગ્રેસનું સ્થાન અગ્રીમ હરોળમાં છે.
રાજેન્દ્રસિંહ રાણાને પ્રદેશ મહામંત્રી બનાવવાની સાથે સાથે જ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય યુનુસ પટેલની પણ ગુજરાત પ્રદેશ કોગ્રેસના ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. ભરૂચ જિલ્લા કોગ્રેસના બેય મજબૂત પદાધિકારીઅોને પ્રદેશ કોગ્રેસ સમિતિમાં સ્થાન મળતા કોગ્રેસ વર્તુળમાં આનંદ ફેલાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



