ભુજ કચ્છ: દારૂના ધંધામાં રચ્યા પચ્યા રહેનાર તેમજ યુવા ધનને દારૂના દુષણથી બરબાદિ તરફ ધકેલનાર અને કચ્છ જીલ્લામાં અવાર નવાર પ્રોહીબીશનના ગુનમાં પકડાયેલ આરોપીઓ

૧,ભગીરથસિંહ ઉર્ફે કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા, ઉ.વ.૨૬ રહે.જુની રાવલવાડી વ્યાયમશાળા રોડ, પ્લોટ નં.૪૫૭ ભુજ તથા ર,હાર્દિક ઉમેશગર ગૌસ્વામી, ઉ.વ.૨૫, રહે.ભીડગેટ, રવાણી ફળીયુ, જલારામ મંદિર પાછળ, ભુજ વાળાઓ જે ભુજ શહેર તેમજ ભુજ તાલુકા વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂના કેસોમાં પકડાયેલ હોય, અને પોલીસ ચોપડે પ્રોહી બુટલેગર્સ હોય જે મજકુર બંને આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ પો.સ્ટે. મા સંખ્યા બંધ ગુનાઓ દાખલ થયેલ હોઇ જે તમામ ગુનાઓમાં મજકુર આરોપીઓને જેલ હવાલે કરેલ અને મજકુર બંને આરોપીઓ જામીન ઉપર મુકત થઇ તેની આ પ્રવૃતિ ચાલુ રાખેલ હોય અને નજીકના ભવિષ્યમાં ફરીથી આવા ગંભીર ગુન્હાઓમાં રચ્યા પચ્યા રહી યુવા ધનને દારૂના દુષણથી બરબારદિ તરફ ધકેલી, તેમજ આમ જનતાને દારૂના દુષણની લત લગાડી પાયમાલી તરફ ધકેલી જાહેર વ્યવસ્થાને બાધારૂપ થાય તેવી પુરેપુરી શકયતા હોઇ હાલના સંજોગોમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારૂ ચાલે અને મજકુર કોઇ પડકારરૂપ અડચણો ઉભી ન કરે તે હેતુથી શ્રી ડી.બી.વાધેલા સાહેબ, આઇ.જી.પી. સરહદી રેન્જ ભુજ કચ્છનાઓ તથા એમ.એસ.ભરાડા, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મજકુર વિરૂધ્ધ એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેકટરશ્રી કચ્છ ભુજનાઓને મોકલી આપતા જે દરખાસ્તના કારણો તથા હાલની જીલ્લાની પરીસ્થિતિ ધ્યાને લઇ કાયદો વ્યવસ્થાના હિતમાં મજકુર બંને પ્રોહિ બુટલેગર્સને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા વોરંટ જારી કરેલ જે પાસા વોરંટ આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ. એમ.બી.ઔસુરા, તથા પો.સબ ઇન્સ. એચ.એસ.તીવારી તથા એલ.સી.બી. સ્ટાફના સભ્યો મજકુર બંને પ્રોહિ બુટલેગર્સને આજરોજ ભુજ ખાતે થી અટકાયતમાં લઇ તેના ઉપર પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ અને વોરંટમાં જણાવેલ હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ મજકુર આરોપીઓને ખાસ મધ્યસ્થ જેલ અમદાવાદ તેમજ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.
પશ્ચિમ કચ્છ જીલ્લામાં જાહેર વ્યવસ્થા ખોરવી કાયદો વ્યવસ્થા સામે પડકારરૂપ કોઇપણ ગુનાહિત પ્રવૃતિ કરનારા કોઇપણ ઇસમો સામે કોઇ પણ શેહશરમ વગર આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




