બાળકીના શરીર પરથી માર માર્યાના નિશાન મળી આવ્યા
સુરત,તા.૭
પાંડેસરામાં એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાળકીના શરીર પરથી મારના નિશાન ને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જોકે હજી સુધી ૪ વર્ષની બાળકીની કોઈ ઓળખ ન થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પાંડેસરાના વડોદ ગામ નજીકથી એક ચાર વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકીના શરીર પર મારના નિશાન મળી આવતા પોલીસ દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા હાલ બાળકીની ઓળખની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસની તપાસમાં બાળકી રોડ સાઈડ પર ઝાડી ઝાંખરામાં મૃત હાલતમાં મળી આવી હતી. બાળકીએ પીળા કલરનું ટીશર્ટ અને ગુલાબી કલરની કેપરી ટાઈપની ચોયણી પહેરેલી છે. અને શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




