તસ્કરો એક લાખની ચોરી કરી ફરાર
અમદાવાદ,તા.૭
શહેર છેવાડે આવેલો ચાંદખેડા વિસ્તાર હવે અસલામત બની ગયો છે. ચાંદખેડાવાસીઓ હવે પોતાને અસલામત અનુભવી રહ્યા છે. ચાંદખેડામાં ફરી એકવાર ચોરી ધાડની ઘટના બની છે. સતત બીજા મહિને પથ્થર સાથે આવતી લૂંટારુ ટોળકી પરિવારજનો પર પથ્થરમારો કરી કરી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો બન્યો છે.
ચાંદખેડા ટીપી રોડ પર આવેલા પાઈનેપલ બંગ્લોઝમાં રહેતા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં મોડી રાતે ચોરી કરવા આવેલા તસ્કરોએ રૂ. એક લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા વિસ્તાર દિવસેને દિવસે વિકસિત થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ચાંદખેડાવાસીઓ અસલામતી અનુભવી રહ્યા છે. હવે ચાંદખેડા હથિયારો અને પથ્થર સાથે લૂંટફાટ કરતી ટોળકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. ચાંદખેડાના ટીપી-૪૪ રોડ પર શ્રીરંગ સોસાયટી પાસે આવેલા પાઈનેપલ બંગલોઝમાં મિતેશભાઈ પટેલ (ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે. બેડરૂમથી બહાર આવીને જોતાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણથી ચાર અજાણ્યા માણસો બહાર ઊભા હતા. મિતેશભાઈએ બુમાબુમ કરતાં તેઓ મકાનમાંથી નીચે ઊતરી ગયા હતા. બધા જાગી અને તેઓને પકડવા જતા તસ્કરોએ તેમની પાસે રહેલા પથ્થરથી પથ્થરમારો કર્યો હતો.
મુખ્ય રૂમમાં મૂકેલા પર્સ અને ટેબલ પર પડેલા રોકડ રૂ. છ હજાર, છ તોલાના સોનાના દાગીના અને બીજા રોકડ રૂ. દસ હાજર મળી કુલ રૂ. એક લાખની આસપાસની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘરમાંથી ચોરીના બનાવને લઈ ચાંદખેડા પોલીસે ચોરી અને નુકસાન અંગેનો ગુનો નોંધ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





