ચૂંટણી કે ઈવીએમમાં કોઈ ગરબડ ના થાય તો ભાજપ ઘરભેગો થશે તે નક્કી : માયાવતી

0
7

દેશની સરહદો સુરક્ષિત નથી,રાફેદ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે,ચોકીદારનું નાટક પણ ભાજપને હવે નહીં બચાવી શકે
દેવબંદ,તા.૭
ઉત્તર પ્રદેશના દેવબંદમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીઅપીલ કરી કે કોંગ્રેસના ચક્રવ્યૂહમાં ના આવે અને ભાજપને પછાડવા માટે ગઠબંધનના ઉમેદવારોને મત આપે. બસપા સુપ્રીમોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. માયાવતીએ જણાવ્યું કે મહાગઠબંધનની મહારેલીમાં ઉમટેલી ભીડ અંગે જ્યારે વડાપ્રધાન મોદીને માહિતી મળશે ત્યારે તેઓ ગભરાયને પાગલ થઈ જશે અને ‘સરાબ-સરાબ’ કરવા લાગશે.
બસપા નેતાએ જણાવ્યું કે જા ચૂંટણી અથવા ઈવીએમમાં ગરબડ ના કરવામાં આવે તો ગઠબંધનની જીત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ભાજપના નાના-નાના ચોકીદાર કંઈ પણ કરી કરી લે તેઓ કંઈ જ કરી શકશે નહીં. મોદીએ અચ્છે દિનનો વાયદો કરીને લોકોને ગુમરાહ કર્યા અને સરકારી ખજાનો લૂંટાવી દીધો. કોઈપણ તૈયારી વગર નોટબંધી કરી અને જીએસટી લાગુ કરવાથી બેરોજગારીને પ્રોત્સાહન મળ્યું. ભાજપના શાસનમાં અનામત વ્યવસ્થા નબળી પડી છે. ભાજપ ઉદ્યોગપતિઓને વધુ ધનવાન બનાવવામાં લાગ્યો છે. મહાગઠબંધન આવી રહ્યું છે, ભાજપ જાશે.’
મોદી સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કરતા માયાવતીએ જણાવન્યું કે, ‘મોદી સરકાર સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરીને વિરોધીઓને નબળા પાડે છે. ચૂંટણીમાં કરેલા વચનોના ૨૫ ટકા પણ કેન્દ્રે પૂરા નથી કર્યા.’ માયાવતીએ વચન આપ્યું કે જા તેમની સરકાર રચાશે તો કોઈપણ રાજ્યમાં ખેડૂતોના નાણાં બાકી નહીં રહે. માયાવતીએ જણાવ્યું કે અગાઉની કોંગ્રેસની સરકારની જેમ જ ભાજપની સરકારના વાયદાઓ પોકળ છે.
‘મોદીની દેશભકિત સામે આવી ગઈ છે. આજે દેશની સરહદો સુરક્ષિત નથી. રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થયો છે. કોંગ્રેસ અને ભાજપે રક્ષા ક્ષેત્રે ભ્રષ્ટાચાર આચર્યો છે. ચોકીદારનું નાટક પણ ભાજપને હવે નહીં બચાવી શકે,’ તેમ માયાવતીએ જણાવ્યું હતું. તેમના મતે ૧૫ લાખ રૂપિયાનું વચન એક મજાક બનીને રહી ગયું છે.
મુસ્લિમોને અપીલ કરતા માયાવતીએ જણાવ્યું કે, તેઓ કોંગ્રેસને બદલે ગઠબંધનને મત આપે. ગઠબંધન જ ભાજપને ટક્કર આપી શકે છે. કોંગ્રેસે એવું માને છે કે તે જીતે ના જીતે પરંતુ ગઠબંધનના ઉમેદવાર પણ ના જીતવા જોઈએ. કોંગ્રેસે સહારનપુરમાં ઈમરાન મસૂદને ટિકિટ આપીને મુસ્લિમ મતોના વિભાજનનો પ્રયાસ કર્યો છે. બસપા નેતાએ જણાવ્યું કે ભાજપને ઉત્તર પ્રદેશમાં હરાવવો છે તો મુસ્લિમોએ ગઠબંધનને મત આપવો પડશે. મોદી સાથે યોગીને પણ ભગાડવા પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY