મોરબી જીલ્લામાં શ્રાવણ માસમાં જુગારના ધમધમાટ બાદ હજુ પણ જુગારની મોસમ જોવા મળી રહી છે અને હળવદના રણમલપુર ગામમાં જુગાર રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા છે જયારે ચાર નાસી જવામાં સફળ રહ્યા છે
હળવદના રણમલપુર ગામે આવેલ વાડીની ઓરડીમાં જુગાર અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જયંતીભાઈ ત્રિભોવનભાઈ રાઠોડ, મનસુખભાઈ અરજણભાઈ પારેજીયા અને અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા રહે ત્રણેય રણમલપુર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૫,૨૦૦ ૨ મોબાઈલ કીમત રૂ ૩૫૦૦, બે મોટરસાયકલ કીમત રૂ ૫૦,૦૦૦ સહીત કુલ ૬૮,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે
જયારે રેડ દરમિયાન આરોપી ઈશ્વર જાદુભાઈ કોળી, મુન્નાભાઈ ઈશ્વરભાઈ કોળી, દિનેશ મનજીભાઈ થડોદા અને દિલીપ ભીમાભાઇ રબારી રહે બધા રણમલપુર વાળા નાસી જતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



