મુસ્લિમ લિગને વાઇરસ કહેતા યોગી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ

0
8

ચેન્નાઇ,તા.૭
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટિવટર પર કરેલી ટ્‌વીટ મામલે ઈન્ડિયન મુસ્લિમ લિગ (આઇયુએમએલ)એ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.
આઇયુએમએલના મહામંત્રી પી કે કુન્હાલિકુટ્ટીએ જણાવ્યું હતું કે યોગીની મુસ્લિમ લિગ વાઇરસ હોવાના નિવેદન મામલે એમણે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. એમને પોતાના રાષ્ટ્રપ્રેમ કે દેશભકિત બદલ યોગી સહિત કોઇ પાસેથી સર્ટિફિકેટ નથી જોઇતું. આઇયુએમએલ કેરળમાં માન્ય કરાયેલ પક્ષ છે અને ભારતના સંવિધાનના લોકશાહીના નિયમોને અનુસરવાનો ઇતિહાસ ધરાવે છે.
આદિત્યનાથનું વિધાન અત્યંત આપત્તિજનક અને ગેરકાયદે હોવાનું જણાવી એમણે વધુમાં જણાવ્યું હતું કે એમણે ચૂંટણી પંચને અમારા પક્ષની સેકિયુંલર છબિ ખરડવા માગતા આવા તત્વો કે સામે યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે. યોગીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ લિગ વાઇરસ છે. જા કોઇ આ વાઇરસથી ગ્રસ્ત થાય તો એ બચી ન શકે અને આજે મુખ્ય વિરોધ પક્ષ કાંગ્રેસ એનાથી ગ્રસ્ત છે. વિચાર કરો જા તેઓ જીતે તો શું થાય? આ વાઇરસ આખા દેશમાં પ્રસરી જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY