ગઢશીશા: દેવપર(ગઢ) મહેશ્વરી સમાજ તેમજ જયભીમ યુવા ગ્રુપ દ્વારા દેવપર વથાણ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અનાવરણ ૧૯/૦૯/૨૦૧૮ બુધવારના રોજ રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે બહુજન ક્રાંતિ મોરચાના વી.એલ.માતંગ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પર આધારિત ભીમ સાહિત્ય તેમજ ભીમ ભજનનું આયોજન રાખવામાં આવેલ છે. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું બુધવારના બપોરના ૧૨ કલાકે અનાવરણ અને રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીનો આયોજન રાખવામાં આવેલ છે. જેમાં જાણીતા ભજનિક વિસન કાથડ (સોરઠી સાવજ) સહિતના કલાકારો દ્વારા સંતવાણીની રંગત જમાવશે. આયોજનને સફળ બનાવવા માટે જયભીમ ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યું છે.
દેવપર મહેશ્વરી સમાજ અને જય ભીમ ગ્રુપ દ્વારા સમાજ પ્રેમી જનતાને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે .
ગૌતમ બુચીયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




