રાણપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ નો ભ્રષ્ટાચાર,ટી.ડી.ઓ.રાણપુર છાવરે છે કે શુ..?

0
30

બોટાદ જીલ્લાના રાણપુરમાં પોતે આચરેલા કૌભાંડોમાંથી છુટકારો નહી થાય તેવુ મક્કમ દ્દઢ વલણ ઉપલી કચેરીઓનું લાગતા અને હવે ગમે ત્યારે પાપનો ઘડો ફુટશે તેવુ લાગતા ઉચાપત કેસની મુદ્દત પહેલા રાણપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીએ તબીયતનુ બહાનુ આગળ ધરી ટી.ડી.ઓ.રાણપુર એમ.આઈ.પરમાર ને રાજીનામુ આપી દીધેલ પણ જાણવામાં આવેલ વિગત અનુસાર સરપંચનું ફોર્મ ભરતી વખતે પોતાના તથા પોતાના કુંટુંબના સભ્યોના રાણપુર ગ્રામ પંચાયતના લેણા બાબતે સોગંદનામુ કરવાનું હોય છે જે તેમના પત્ની તથા પુત્રોના અંદાજે ૮૮,૦૦૦ બાકી હોવા છતા ખોટુ એફીડેવીટ કરેલ તેવુ રાણપુરના કુંભારવાડાના રહીશ બાબુભાઈ ટપુભાઈ મેરના ધ્યાનમાં આવતા તેમણે ૧૯.૧.૧૯ ના રોજ ૨૦૧૬ ની ચુંટણીમાં અબ્બાસભાઈ ખલાણીએ સરપંચનું ફોર્મ ભરવા માટે ભરેલ તમામ દસ્તાવેજની માહિતી રાણપુર ટી.ડી.ઓ.પાસે R.T.I.હેઠળ માંગેલ પરંતુ નિયમ મુજબ ૩૦ દિવસમાં ટી.ડી.ઓ. જાહેર માહિતી અધિકારી તાલુકા પંચાયતે આપેલ નથી તેથી નારાજ થઈને બોટાદ જીલ્લા પંચાયતા અપીલ અધિકારી અને નાયબ ડી.ડી.ઓ પાસે પ્રથમ અપીલ કરેલ જે અનુસંધાને નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ રાણપુર ટી.ડી.ઓ.ને આ માહીતી જો મામલતદાર કચેરીમાં હોય તો ત્યાથી પણ લાવી અરજદારને ૧૫ દિવસમાં પુરી પાડવા જણાવેલ પણ રાણપુર તાલુકા વિકાસ અધિકારી એમ.આઈ.પરમારે માહિતી ન આપતા માહીતી આયોગની કચેરીમાં અપીલ દાખલ કરવામાં આવેલ છે.પણ પ્રશ્ન એ થાય છે કે ખોટા એફીડેવીટના આધારે સરપંચ ઘણા સમય પહેલા જ સત્તા ભોગવવાના અધિકાર ગુમાવે દેવા જોઈતા હતિ તો શા માટે ટી.ડી.ઓ.એ આ માહીતી ન આપી ક્યાંક ટી.ડી.ઓ.ભ્રષ્ટાચારી ને છાવરતા તો નથી ને કે ટી.ડી.ઓ.કચેરી જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ છે.તેવી લોકોમાં પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.સરકારશ્રી દ્વારા પ્રજા કલ્યાણ અર્થે વાપરવામાં આવતા નાણા લાભાર્થી સુધી પહોચે જ નહી તો આવા અધિકારીઓને દુર કરવા જોઈએ તેવો ગણગણાટ પ્રજામાં શરૂ થયેલ છે..

રિપોર્ટ-વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY