દેવભૂમિ દ્વારકા,તા.૧૭
દેવભૂમિ દ્વારકાની આસપાસ વરવાળા ગામે એક વૃક્ષ નીચે એક યુવક યુવતીની લટકતી લાશ જોવા મળી હતી. નાનકડા ગામમાં બે બે લાશો લટકતી જોવા મળતા ગામના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.
ગામના લોકોને ઝાડ પરથી બન્ને મૃતદેહો મળી આવતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્નેના મૃતદેહો વિશે તપાસ આરંભી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, જે યુવક યુવતીના મૃતદેહો ઝાડ પરથી મળી આવ્યા છે તે વરવાળા ગામના હતા.
આ બન્ને યુવક યુવતી ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા, અને બાદમાં બન્ને જણાંએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. પોલીસે હાલ બંનેના આપઘાત અંગે તપાસ શરૂ કરી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, બન્ને જણા પ્રેમમાં ગળાડૂબ હતા, પરંતુ સમાજ એક નહીં થવા દે તે બીકે તેઓ ૧૦ મહિના પહેલા ભાગીને લગ્ન કર્યા હતા.
પરંતુ એવું તો શું થયું કે ૧૦ મહિના બાદ બન્ને જણાએ આપઘાતનો રસ્તો અપનાવવો પડયો. હાલ પોલીસ આ ઘટનાને લઇને તેના ઉંડાણ સુધી જવા માંગે છે કે, શું ખરેખર બન્ને જણાંએ આપઘાત કર્યો છે કે? પછી તેમની હત્યા કરીને તેમનો મૃતદેહ ઝાડ પર લટકાવવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


