૧૧ રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બે ઘર બળ્યા, ૨ને સામાન્ય ઈજા

0
27

ધોળકા,તા.૨
ધોળકા તાલુકાના સરગડા ગામમાં એક બાદ એક ૧૧ રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાને પગલે ગામવાસીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ધોળકાની ફાયર બિગ્રેડ ટીમ આગ પર કાબૂ મેળવે તે પહેલા બે ઘર બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિને સામાન્ય રીતે દાઝ્યા હતા.
આગ કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી. હરિભાઈ રામજીભાઈ મકવાણાના ઘરમાં આગ હતી. આગ એક જ જગ્યાએ રાખેલા ગેસ સિલિન્ડરોમાં પ્રસરી હતી અને ઘડાકા થયા હતા. જો કે સિલિન્ડર કોણ લાવ્યું હતું અને કોની માલિકીના છે તે જાણી શકાયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY