કેપટાઉન,તા.૨૩
એમએસ ધોનીની તુલના શક્્ય જ નથી અને ન તો તેમનો કોઇ વિકલ્પ હોઇ શકે. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે એમએસ ધોનીના આલોચકોને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું કે તે હંમેશા મારી ટીમનો હિસ્સો હશે.
૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રાફી બાદ ધોનીના બેટની ચમક ફીકી પડતી જાય છે. અહીથી તેમની અલોચના શરૂ થાય છે. ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝ બાદથી તેમના આલોચકોની સંખ્યા વધી છે. જા કે આઇપીએલ ૨૦૧૮માં ધોની પોતાના ફોર્મમાં જાવા મળ્યાં હતા અને તેમણે શાનદાર ઇનિંગ્સ રમી હતી.
ત્યારે લાગ્યું કે વર્લ્ડનો બેસ્ટ ફિનિશર પોતાના મૂળ રૂપમાં પરત ફર્યો છે. પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે પોતાના આઇપીએલ પ્રદર્શનના જાળવી ન શક્યાં. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ધોનીએ ધીમી ઇનિંગ રમી અને સ્ટ્રાઇક રોટેટ કરવામાં પણ સફળ ન રહ્યા. આ સીઝનમાં ધોનીએ ૯ મેચોમાં ફક્ત ૧૫૬ રન જ બનાવ્યાં છે.
બેટિંગમાં ફીકા પડનારા ધોનીની સ્ફૂર્તી સ્ટમ્પ્સ પાછળ હજુ એટલી જ છે. તે ચુસ્ત વિકેટકીપર છે અને ડીઆરએસમાં તે માહેર છે. આ જ કારણ છે કે ડીઆરએસને ધોની રિવ્યુ સિસ્ટમ કહેવામાં આવે છે. આ તમામ ખૂબઓને ધ્યાનમાં લેતાં ડીવીલિયર્સે કહ્યું કે, હું ધોનીને મારી ટીમમાં દરરોજ રમતો જાવા માંગુ છુ. તે ૮૦ વર્ષન થઇ જાય કે વ્હીલચેર પર બેઠા હોય, તેમ છતાં તે મારી ટીમમાં રમશે.
ડીવીલિયર્સે જણાવ્યું કે તમે ધોનીના રેકોર્ડઝ જુઓ. તમે આ દરજ્જાના ખેલાડીને ટીમમાંથી બહાર કરવાનો વિચાર પણ કરી શકો છો? તમે તમારા સ્વાર્થ માટે આગળ વધી શકો છો, હું નહી. ધોની જેવુ કોઇ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




