ધ્રાંગધ્રા પંથક ના ખેડુતો દ્વારા PGVCLના અધિકારીઓ દ્વારા ખોટા કેસો કરવાથી આવેદનપત્ર આપી આંદોલન શરૂ કરાયુ..

0
19

ધ્રાંગધ્રા પંથક મા છેલ્લા ત્રણેક દિવસ થી ચાલતા વિજ દરોડા ને લઇને પંથક ના કેટલાક ગામડા ઓમા અગ્ની જેવી સ્થિતી સજાઁઇ છે. જ્યારે હાલમાજ ધ્રાંગધ્રા તાલુકા ના રાવળીયાવદર ગામે PGVCL ના કમઁચારી ઓ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમા કેટલાક ખેડુતો દ્વારા PGVCLના અધિકારીઓ પર હુમલો કરાયો હોવાની ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ હતી બાદમા વિધુતબોડઁ ના અધિકારીઓ તમામ પંથક ના ગામોમા પોલીસ કાફલા સાથે વીજ ચેકીંગ હાથ ધરી ખેડુતો પર ખોટા દંડ ફટકારતા હોય જેને લઇને ખેડુતોએ PGVCL સામે આંદોલન ની શરૂઆત કરી છે.

PGVCLના અધિકારી ઓ દ્વારા બે દિવસ પહેલા ખેડુતો પર કરવામા આવેલ ફરીયાદો તથા ખોટા દંડ આપતા હોવાથી આજે ધ્રાંગધ્રા પંથક ના કેટલાક ગામડાઓમાથી ખેડુતો ધ્રાંગધ્રા મામલતદાર ને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. મામલતદાર ને આવેદન આપ્યા બાદ ખેડુતો દ્વારા આજ થી આંદોલન ની શરૂવાત કરી છે જેમા ધ્રાંગધ્રા તાલુકા ના રાવળીયાવદર ગામે આવતા ત્રણ દિવસ સુધી આંમરણ ઉપવાસ કરાશે ત્યાર બાદ આંદોલન ને તેજ કરવા એક ખાસ યોજના બનાવી PGVCL વિરુધ્ધ મા આંદોલનો આગળ ધપાવાશે ધ્રાંગધ્રા પંથક ના ખેડુતો ની મુખ્ય માંગ હતી કે તેઓના પર PGVCLના અધિકારી ઓ દ્વારા કરવામા આવતા ખોટા કેસો તથા દંડ પરત ખેચે નહિતો પોતાનુ આંદોલન ઝવલનશીલ બનાવી આ મુદ્દા ને રાજ્યવ્યાપી બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. જ્યારે ધ્રાંગધ્રા મામલતદાર ને આવેદનપત્ર આપતા સમયે ખેડુત હિત રક્ષક સમિતી દ્વારા પણ ખેડુતો ના પ્રશ્ને હાજરી આપી ખેડુતોને ખુલ્લો ટેકો જાહેર કયોઁ હતો. મામલતદાર ને આવેદનપત્ર તથા રજુવાત સમયે હિત રક્ષક સમિતી ના પ્રમુખ જે.કે.પટેલ (મેથાણ), રમેશભાઇ (રાવળીયાવદર), જીતુભાઇ જોશી, હષઁદભાઇ પટેલ (નારીચાણા),ચતુરભાઇ કોળી (રાયગઢ), નાગજીભાઇ રબારી સહિત ના અન્ય ગામો ના ખેડુત આગેવાનો હાજરી આપી હતી સાથે રાવળીયાવદર ગામે મોટી સંખ્યા મા ખેડુતો ત્રણ દિવસીય આંમરણ ઉપવાસ પર પણ બેસી આજથી આંદોલન નુ રણશીંગુ ફુક્યુ હતુ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY