સુરતમાં મહત્તમ ૩૩ ડીગ્રી તાપમાન
સુરત, તા. ૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ દિશાથી પવન ફુંકાવાની સાથે ગરમીનો પારો સામાન્ય કરતા ૪ થી ૬ ડીગ્રી નીચે નોધાતા શહેરીજનોને અસહ્ના ગરમીથી હંગામી રાહત મળી રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આકરો તાપ પડી રહ્ના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૪.૯ ડીગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૮ મિલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી દક્ષિણ દિશાથી કલાકના ૮ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકતમ તાપમાન ૩૨.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૨.૫ ડીગ્રી નોîધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૩.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૧.૧ ડીગ્રી નોîધાયું છે.
સમગ્ર દક્ષિણ દિશામાં પવનના લીધે તાપમાનમાં સામાન્ય કરતા ૪ થી ૬ ડીગ્રીનો ઘટાડો નોîધાયો છે. એિલ મહિનાની શરૂઆત સાથે જ પવનની દિશા બદલતા ગરમીથી હંગામી રાહત મળી રહી છે. હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું છે કે આગામી સપ્તાહ બાદ પવનની દિશા બદલવાની સાથે ગરમીનો પારો વધશે અને શહેરીજનોને કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



