બેટિંગ ટીમે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે આઈસીસીએ ડકવર્થ-લૂઈસનો નવો નિયમ અમલમાં મૂક્યો

0
34

દુબઈ,તા.૨
આઈસીસીએ ડકવર્થ-લૂઈસ નિયમમાં અને તેની આચારસંહિતાના નિયમમાં ફેરફાર કર્યો છે, જે હાલ રમાઈ રહેલી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની શ્રેણીથી અમલમાં આવી ગયો છે. આ ફેરફાર ૨૦૧૪માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજું વર્ઝન છે, જેને બીજી વખત નવું રૂપ આપવામાં આવ્યું છે.
આ અગાઉ ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. આનો અર્થ એ છે કે આ વિશ્લેષણ ૭૦૦ વન-ડે, ૪૨૮ ટી-૨૦ મેચની જાણકારી પર આધારિત હશે. હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે.
સાથે સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે. આનો અર્થ એવો થાય છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.
આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ ૨૦ ઓવર) અને ટી-૨૦માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટની અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય આઈસીસીએ પોતાની આચારસંહિતામાં કેટલાક નવા ગુનાને સ્થાન આપ્યું છે.
આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં યોજાયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી હતી. લેવલ-૩ના ઉલ્લંઘન બદલ લગાવવામાં આવતા ૮ પ્રતિબંધિત પોઇન્ટને હવે વધારીને ૧૨ કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY