જકાર્તા,તા.૨
ભૂકંપ અને સુનામી બાદ રાહત કાર્ય દરમિયાન સુલાવેસી આઇલેન્ડ સ્થિત એક ચર્ચમાંથી ૩૪ વિદ્યાર્થીઓના શબ મળી આવ્યા છે. એવું બતાવવામાં આવ્યું છે કે, ભૂકંપ આવતા પહેલાં ૮૬ વિદ્યાર્થીઓ જાનૂગ ચર્ચ ટ્રેનિંગ સેન્ટરના બાઇબલ કેમ્પ સામેલ થયા હતા. બાકી ૫૨ વિદ્યાર્થીઓની શોધ હજુ ચાલુ છે. બીજી તરફ ઇન્ડોનેશિયામાં ભૂકંપ-સુનામીમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી ૧,૨૩૪ થઇ ગઇ છે.
ઇન્ડોનેશિયામાં ભૂકંપ પીડિતોની મદદ કરવા માટે ભારતીય વાયુસેના રાહત સામગ્રી લઇને જકાર્તા માટે મંગળવારે રવાના થઇ છે. આઇએએફ સી-૧૩૦જે હરકિયુંલસ અને સી-૧૭ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટથી ટેન્ટ, જનરેટર અને દવાઓની સાથે ૩૭ મેડિકલ ટીમો મોકલવામાં આવી છે.
ઇન્ડોનેશિયા રેડક્રોસના પ્રવક્તા ઓલિયા અર્રિઆનીએ જણાવ્યું કે, તમામ શબ એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે રાહત દળના સભ્યોને અંદાજિત દોઢ કલાક સુધી કીચડમાં ચાલવું પડ્યું હતું. આનાથી રાહત કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
૨૮ સપ્ટેમ્બરના રોજ સુલાવેસી આઇલેન્ડમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ બાદ મંગળવારે ઇન્ડોનેશિયાના સુમ્બા આઇલેન્ડમાં ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. જેની તીવ્રતા ૬.૦ નોંધવામાં આવી હતી. હાલ, સુમ્બામાં કોઇ પણ પ્રકારની જાનહાનિની સુચના નથી. આ સિવાય, હવામાન વિભાગે પણ સુનામી એલર્ટ જાહેર નથી કર્યુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



