રાજકોટ,તા.૨૨
કળિયુગની પ્રતિતી કરાવતો કિસ્સો ગઈકાલે રાજકોટના બોટાદમાં સામે આવ્યો છે. અહીં ભગવાનનું સ્વરૂપ ગણાતા પશુ ડોક્ટરે જ પોતાની પુત્રી સમાન ૧૬ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ બરવાળા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ઘટનાને પગલે દોડતી થયેલી પોલીસને આજે આરોપીને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી દીધી છે. પોલીસે દુષ્કર્મના આરોપીનું નામ ડોક્ટર હરેશ ચાવડા જણાવ્યું છે. પોલીસે આરોપી પશુ ડોક્ટર હરેશ ચાવડાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, ગઈકાલે મંગળવારે રાજકોટ નજીક આવેલા બોટાદના બરવાળા ગામમાં એક પશુ ડાક્ટરે એક ૧૬ વર્ષીય કિશોરી સાથે બળાત્કાર કર્યો હતો. આ ૧૬ વર્ષીય કિશોરી જ્યારે ખેતરમાંથી પરત ફરી રહી હતી ત્યારે પશુ ડાક્ટરે તેને ફોસલાવીને ઘરે મૂકી જવાનું કહીને કિશોરીને કોઈ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ભગવાનના સ્વરૂપમાંથી રાક્ષસી બનેવા ડોક્ટરે મોકાના ફાયદો ઉઠાવી ૧૬ વર્ષીય કિશોરીને પીંખી નાંખી હતી. ત્યારબાદ જેમ તેમ કરીને કિશોરી પોતાના ઘરે પહોંચી હતી.
૧૬ વર્ષીય કિશોરી પોતાની સાથે થયેલા બનાવની જાણ પરિવારના ડરના કારણે કરી શકી નહોતી. પરંતુ અચાનક તેના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. ઘરના લોકોએ જ્યારે પુત્રીને પુછ્યું ત્યારે તેને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરિવારે સૌ પ્રથમ તો પુત્રીને ડોક્ટર પાસે લઈ ગયો હતો, જ્યાં ડોક્ટરે પણ કિશોરી સાથે રેપ થયાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે પશુ ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



