ભારતમાં સરકારી તંત્રમાં જે લોકો બેઠેલા છે એ બધા ઊંચા પગારો લે છે ને આપણી પરસેવાની કમાણીના જારે તાગડધિન્ના કરે છે. આ તગડા પગારો ને પ્રજાની પરસેવાની કમાણીના જારે કરાતા જલસા સામે તેમની એકાઉન્ટબિલિટી એટલે કે જવાબદારી કંઈ નથી. એ લોકોની જવાબદારીઓ નક્કી છે પણ એ જવાબદારીઓ ના નિભાવે તો તેમનું કોઈ કશું ઉખાડી ના શકે. એ લોકો મનફાવે તેવા નિર્ણય લે ને તેમને સૂઝે એવા તુક્કા અમલમાં મૂકીને પ્રજાની પરસેવાની કમાણી વેડફી નાખે કે પોતાના મળતિયાઓનાં ઘરભેગી કરી દે તો પણ કોઈ તેમનું કશું બગાડી ના શકે. આ દેશમાં પહેલાં અંગ્રેજા આપણા માઈબાપ હતા ને તેમની સામે આપણે કશું કરી શકતા નહોતા. હવે આ સરકારી અધિકારીઓ આપણા માઈબાપ છે કે જેમનું આપણે કશું ઉખાડી શકતા નથી.
આ માહોલમાં સરકારી અધિકારીઓને તેમની બેજવાબદારી માટે કોઈ તતડાવે ત્યારે ખરેખર આનંદ થાય ને કોઈ દંડે ત્યારે તો આંચકો જ લાગી જાય. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ સોમવારે આવો જ આંચકો આપી દીધો. દિલ્હીમાં પ્રદૂષણની મોંકાણ બહુ મોટી છે ને છાસવારે તેની મોંકાણ મંડાય જ છે. હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટ છાસવારે દિલ્હી ને કેન્દ્ર બંને સરકારોને તતડાવે છે પણ બધું પથ્થર પર પાણી છે. એ બધાં એટલાં નિંભર થઈ ગયાં છે કે તેમના પર કોઈ અસર જ થતી નથી. હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ તતડાવે ત્યારે બેશરમ બનીને સાંભળી લેવાનું ને પછી બીજા કાનેથી કાઢી નાખવાનું.
આ સિલસિલો વરસોથી ચાલે છે તેથી ગ્રીન ટ્રિબ્યુનલ પણ અકળાયેલી તેથી તેણે સોમવારે દિલ્હી સરકાર પર ૨૫ કરોડ રૂપિયાનો દંડ ઠોકી દીધો. આ દંડ ઠોકી દીધો એ વાત મહ¥વની નથી પણ મહત્વની વાત એ છે કે, ટ્રિબ્યુનલે આ દંડની રકમ દિલ્હી સરકારના અધિકારીઓના પગારમાંથી કાપશે. એ સિવાય જે લોકો પ્રદૂષણ ફેલાવે છે તેમણે પણ આ દંડની રકમ ભોગવવાની રહેશે તેવી ચોખવટ ટ્રિબ્યુનલે કરી છે. આ ચોખવટનો અર્થ સ્પષ્ટ છે. કાં સરકારી અધિકારીઓ પ્રદૂષણ રોકવાની જવાબદારી નિભાવીને જે લોકો પ્રદૂષણ ફેલાવે છે તેમને દંડે ને એ ના કરી શકે તો પછી પોતાના પગારમાંથી તેની કિંમત ચૂકવે.
આ ચોખવટ મહ¥વની છે કેમ કે આપણે ત્યાં સરકાર પર દંડ ઠોકાય તેનો અર્થ સરકારી અધિકારીઓ પર દંડ એવો થતો નથી. આવા ચુકાદામાં બધો ભાર ક્ધયાની કેડ પર જ આવતો હોય છે. મતલબ કે, સરકારમાં બેઠેલા લોકો તો સરકારી તિજારીમાંથી દંડ ભરીને છૂટા થઈ જાય ને લોકોએ તેની કિંમત ચૂકવવી પડે. આ વખતે ટ્રિબ્યુનલે ચોખવટ કરી છે કે, સરકારી તિજારીમાંથી દંડ ભરવાનો નથી પણ અધિકારીઓએ પોતાના ખિસ્સામાંથી આ દંડ ભરવો પડશે. ટ્રિબ્યુનલે એ ચોખવટ પણ કરી છે કે, દિલ્હી સરકાર શરૂઆતમાં લદાયેલો ૨૫ કરોડ રૂપિયાનો દંડ ના ભરી શકે તો પછી દર મહિને તેમણે ૨૫ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે ને તેમાંથી છટકી નહીં શકાય.
ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો છે એ વખાણવા જેવો છે ને આપણે ત્યાં સરકારી અધિકારીઓની જે માનસિકતા છે એ જાતાં એ લોકો આ રીતે ડફણાં માર્યા વિના પાંસરાં થાય એમ નથી. આપણે ત્યાં સરકારી અધિકારીઓ સાવ નફ્ફટ છે તેથી તેમના માટે લે બુધુ ને કર સીધું એ જ નીતિ અપનાવવી પડે. જેવા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય કે તરત જ તેમને દંડવા પડે ને તો જ મેળ પડે. બાકી એ સિવાય તેમને કોઈ વાતની અસર ના થાય.
આ માહોલમાં ટ્રિબ્યુનલે સપાટો બોલાવ્યો એ બરાબર છે પણ લોચો ટ્રિબ્યુનલના અધિકારનો અને આપણી ન્યાયિક પ્રક્રિયાનો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક સ્વાયત્ત સંસ્થા છે પણ એ નહોર વિનાનો વાઘ છે. એ આદેશ તો ગમે તે આપી શકે પણ તેના આદેશને માનવો જ એવું કિયાય લખેલું નથી. તેના આદેશના પાલન માટે કોઈ વ્યવસ્થા ગોઠવાયેલી નથી કે જેના જારે એ પોતાના આદેશનું પાલન કરાવી શકે. આપણે ત્યાં કોર્ટ કોઈ આદેશ આપે તો તેનું પાલન કરવું જ પડે કેમ કે આદેશનું પાલન ના કરો તો કોર્ટ પોલીસને કહીને તમને અંદર કરાવી શકે. પોલીસ અને બીજી સરકારી એજન્સીઓ નાનામાં નાની કોર્ટના આદેશનું પાલન કરવા માટે બંધારણીય રીતે બંધાયેલી છે. એ આદેશની નાફરમાની કરનાર ગમે તેવો મોટો ચમરબંધી હોય તો પણ કોર્ટ તેને તતડાવી શકે ને તેણે પોતાની નોકરીથી હાથ ધોવા પડે એવું બની શકે. એવું બનતું નથી એ અલગ વાત છે પણ સૈદ્ધાંતિક રીતે આ વ્યવસ્થા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ કોઈ ના માને તો શું થાય એ વિશે કોઈ ચોખવટ નથી ને ટ્રિબ્યુનલે પોતાના આદેશનું પાલન કરાવવા કોને ફરમાન કરવું એની પણ ચોખવટ નથી. આ સંજાગોમાં આ આદેશ સારો હોય તો પણ તેનો અર્થ નથી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક તેવો નહોર વિનાનો વાઘ છે તેનો પુરાવો ગયા વરસે જ બનેલી એક ઘટના છે. પોતાને આધ્યાત્મિક ગુરૂ તરીકે ઓળખાવતા શ્રી શ્રી રવિશંકરની સંસ્થાએ માર્ચ ૨૦૧૬માં દિલ્હીમાં યમુના નદીના કાંઠે વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલના નામે સંગીત ને નૃત્યનો જબરદસ્ત જલસો કરેલો. ડાન્સ એન્ડ બ્રીધ એ થીમ હેઠળ જલસો યોજાયેલો. આર્ટ ઓફ લિવિંગનો દાવો હતો કે, આ ભારતનો સૌથી મોટો નૃત્ય ને સંગીતનો જલસો છે. ત્રણ દિવસના આ જલસા માટે યમુના નદીના પટમાં ૧૦૦૦ એકર જગામાં ભવ્ય મંચ ને સેટ ઊભા કરાયેલા ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કરેલું. આ જલસા માટે યમુના નદીના પટમાં આડેધડ ખોદકામ કરાયેલું ને આખા પટની પથારી ફેરવી દેવાયેલી. નદીના પટમાં ખેતી કરતા ખેડૂતોને ભગાડી મુકાયેલા ને વનસ્પતિનો ખુરદો બોલાવી દેવાયેલો.
રવિશંકરની સંસ્થાને જે શરતો હેઠળ કાર્યક્રમની મંજૂરી અપાયેલી એ શરતોની તો ઐસીતૈસી કરી જ નખાયેલી પણ એ સિવાય પણ બીજું એટલું નુકસાન કરાયું કે જેની કોઈ સીમા નથી. ત્રણ દિવસ દરમિયાન લાખો લોકો યમુનાના પટમાં ઠલવાયા ને ત્યાં જ ધામા નાખીને પડ્યા રહ્યા. એ ખાધેલું-પીધેલું બધું યમુનાના પટમાં જ ઠાલવતા ને હલકા થઈને પાછા ત્યાં જ આવી જતા. ખાવાની ડિશો ને પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસ ને એંઠવાડ ને એવું બધું ઢગલાના ભાવે યમુનાના પટમાં ઠલવાયેલું. ત્રણ દાડા થયા એટલે રવિશંકરના માણસો આ બધો એંઠવાડ મૂકીને યમુનાના પટને ઉકરડામાં ફેરવીને હાલતીના થયા. એ વિસ્તાર શૌચ ને પેશાબની સહન ના થાય એવી દુર્ગંધથી ગંધાતો હતો.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) આ કાર્યક્રમને મંજૂરી આપવા જ નહોતી માગતી પણ રાજકીય દબાણ હતું તેથી તેણે મંજૂરી આપવી પડેલી. કાર્યક્રમ પત્યો પછી આ બધો ગંદવાડ ને ઉકરડો જાઈને રવિશંકરના સંગઠનને નોટિસ ફટકારીને યમુનાના પટને થયેલા નુકસાન બદલ વચગાળાનો પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારી દીધો. રવિશંકરે બહુ નફ્ફટાઈથી કહી દીધું કે, એનજીટીએ જે ઉખાડવું હોય એ ઉખાડી લે પણ અમે દંડ નથી ભરવાના. એનજીટીએ કેન્દ્ર સરકારને કાગળ લખ્યો ને રવિશંકરની આડોડાઈની ફરિયાદ કરીને યમુનાના પટને થયેલા નુકસાનનો સર્વે કરાવવા કહ્યું.
મોદી સરકારે કેન્દ્રના જળ સંશાધન ખાતાના સેક્રેટરી શશી શેખરના અધ્યક્ષસ્થાને પેનલ બનાવી. આ પેનલે રિપોર્ટ આપ્યો કે રવિશંકરના તાયફાને કારણે યમુનાના પટમાં જમણા કાંઠે ૩૦૦ એકર ને ડાબા કાંઠે મળીને ૪૨૦ એકર જમીનની રીતસરની પથારી ફરી ગઈ છે. સ્ટેજ બાંધવા જમીન સમથળ કરી દેવાયેલી તેથી પટની જમીન ક્રિકેટનું મેદાન હોય એવી સખત થઈ ગઈ છે તેથી હવે ત્યાં કશું ઉગાડી શકાય એમ જ નથી. હવે બધું સરખું કરવા ૪૨ કરોડ રૂપિયાની જરૂર પડશે ને બધું સરખું કરતાં દસ વરસ લાગશે. ફિઝિકલ પુનર્વસન માટે ૨૮.૭૩ કરોડ જાઈશે ને બાયોલોજિકલ સમારકામ માટે ૧૩.૨૯ કરોડ જાઈશે એવું પેનલે કહેલું. તેના આધારે ટ્રિબ્યુનલે ૪૨ કરોડનો દંડ ફટકારેલો પણ હજુ એ દંડ ભરાયો નથી ને મામલો લટકેલો છે.
આ કિસ્સામાં પણ એવું થઈ જ શકે. એવું ના થાય તો દિલ્હી સરકાર પાસે ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ છે જ. આપણે ત્યાં ન્યાયતંત્ર ગોકળગાયની ગતિએ કામ કરે છે એ જાતાં વાત લટકી જાય ને કેટલાંય વરસો નીકળી જાય. આ સંજાગોમાં વ્યવહારુ રીતે આ ચુકાદાનો અર્થ નથી. અલબત્ત ગ્રીન ટ્રિબ્યુનલે એક રસ્તો આપણને બતાવી દીધો છે. સરકારી અધિકારીઓની એકાઉન્ટેબિલિટી નક્કી કરવી જરૂરી છે તેનો અહેસાસ આપણને કરાવી દીધો છે. આ માટે જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરવું જાઈએ પણ સરકારી અધિકારીઓ જે તગડા પગારો લે છે તેની કિંમત તેમણે ચૂકવવી પડે તેવી ફરજ પાડતો કાયદો બનવો જ જાઈએ. બાકી તો આ રીતે જ લાલિયાવાડી ચાલતી રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


