
મહિલા પાસેથી ૧.૨૩ કિગ્રા ગાંજા ઝડપાયો
રાજકોટ,તા.૨૦
રાજકોટ SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે મહિલાની કરી ધરપકડ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અમીનાબેન પાસે ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રેડ કરતા મહિલા પાસેથી ૧.૨૩ કિલોગ્રામ ગાંજા સહિત ૧૨,૯૮૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ૨૪ કલાકમાં મોરબીમાં ૯.૫ કિલો, ઉનામાં ૫ કિલો અને રાજકોટમા ૧.૨૩ કિલો ગાંજો ઝડપાયો છે.
૨૪ કલાકમાં ઉનામાં ૫ કિલો અને મોરબીમાં ૯.૫ કિલો ગાંજા મળ્યો હતો ત્યારે રાજકોટમાં મહિલા પાસેથી ૧.૨૩ કિલો ગાંજા ઝડપાયો છે. સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ બાદ ગાંજાના પગરવ થયા છે. બેરોકટોક મળે છે અને પીવાય છે. આટલો માલ આવે છે ક્યાંથી, મુખ્ય સુત્રધાર કોણ છે તે તપાસનો વિષય છે, હાલ ૨૪ કલાકમાં કુલ ૧૬ કિલો જેટલો ગાંજો સૌરાષ્ટ્રમાંથી ઝડપાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


