દુબઇથી મસ્તકની વિશ્વની સૌથી ટૂંકી ફ્લાઇટની શરુઆત

0
5

આબુધાબી,તા.૨
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) દ્વારા આજે દુબઇથી મસ્તકની વિશ્વની સૌથી ટુંકી A-380 ફલાઇટની શરૂઆત કરાઇ હતી. એરલાઇને આજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘દુબઇ અને મસ્કત વચ્ચે સરેરાશ ફલાઇટનો સમય ૪૦ મિનિટ હોય છે. જે ૪૨ લોકો ભેગા મળીને એક એરબસને સાફ કરવામાં જેટલો સમય લે તેના કરતાં પણ પાંચ મિનિટ વધુ છે’.એક અત્યંત રોચક માહિતી આપતાં કંપનીએ કહ્યું હતું કે એરબસ A-380 (૫૦૦ કિમી)ની વાયરિંગ દુબઇ અને મસ્કત વચ્ચેના અંતર કરતાં પણ વધુ છે.
અમિરાતના વિભાગીય સીનિયર પ્રેસિડેન્ટ શેખ માજીદ અલ મુઅલ્લાએ કહ્યું હતું કે ‘ મસ્કતમાં A-380 સેવાઓ શરૂ કરવાનો અર્થ એ થયો કે અમારા ગ્રાહકો માટે ઉદ્યોગ અગ્રણી ઉત્પાદનોને ઓનબોર્ડ અનુભવ થાય.
લોકો યાત્રાની પ્રાથમિકતાને પણ વધારશે, કારણ કે તેઓ પોતાના કાર્યક્રમને યોગ્ય રીતે બનાવે છે. તેમણે કહ્યું હતું કે ‘ઓમાન એમિરેટ્સ માટે મહત્તવપૂર્ણ ગંતવ્ય સ્થળ છે. અમે બજારમાં ગ્રાહકોને સેવા અપવા અને પરિચલનને પ્રોત્સાહન આપવા અવનવા રસ્તા શોધીએ છીએ’એમ તેમણે કહ્યું હતું.
અગાઉ દુબઇ અને દોહા વચ્ચે વિશ્વની સૌથી નાની ફલાઇટ A-380 શરૂ કરી હતી.જો કે કતાર અને યુએઇ વચ્ચેના રાજકીય સબંધો બગડતાં ૨૦૧૭માં દોહા જતી તમામ ફલાઇટ રદ કરાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY