આઈસીસી ટેસ્ટ રેક્નિંગ : સ્મિથનો દબદબો, ભારતીય ટીમ નં-૧ પર

0
10

દુબઈ,તા.૧૬
એશિઝ સિરીઝ પૂર્ણ થયા બાદ આઈસીસીએ ટેસ્ટ રેક્નિંગની જાહેરાત કરી છે. બેટિંગમાં સ્ટીવ સ્મિથે નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું છે. તો બોલરોના રેક્નિંગમાં પેટ કમિન્સનો દબદબો યથાવત છે. બેટ્સમેનોના રેક્નિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને મોટો ફાયદો થયો છે.
વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ હાલમાં ૧૨૦ પોઈન્ટની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર વન પર છે, જ્યારે બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, ત્રીજા પર શ્રીલંકા, ચોથા પર ઓસ્ટ્રેલિયા અને પાંચમાં સ્થાન પર ઈંગ્લેન્ડની ટીમ છે. ભારતે બે મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરમાં ૨-૦થી હરાવ્યું હતું. ત્યારબાદથી ભારતીય નંબર-૧ પર છે.
સોમવારે આઈસીસીએ પોતાના તાજા ટેસ્ટ રેક્નિંગની જાહેરાત કરી હતી. એશિઝ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી ૩૪ પોઈન્ટ આગળ છે. પ્રથમ સ્થાન પર રહેલા સ્મિથની પાસે ૯૩૭ પોઈન્ટ છે જ્યારે કોહલી ૯૦૪ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન (૮૭૮) છે જ્યારે ચોથા સ્થાન પર ચેતેશ્વર પૂજારા (૮૨૫) છે. પાંચમાં સ્થાન પર ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન હેનરી નિકોલસ (૭૪૯) છે.
બોલરોના રેક્નિંગમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે બીજા સ્થાને કગિસો રબાડા છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રીજા સ્થાને વિન્ડીઝનો જેસન હોલ્ડર ચોથા અને આફ્રિકાનો ફિલાન્ડર પાંચમાં સ્થાને છે.
એશિઝ સિરીઝથી ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ટોપ-૪૦ બોલરોની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. આર્ચરને ૫ સ્થાનનો ફાયદો થયો છે અને તે ૩૭મા સ્થાને પહોંચી ગયો છે. આર્ચરે છેલ્લી એશિઝ ટેસ્ટ મેચમાં કુલ ૬ વિકેટ ઝડપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY