દ્વારકા,તા.૧૨
રવિવારે પોરબંદરમાં બોટ ડૂબી જવાને કારણે ૬ લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યારે દ્વારકામાં પણ બે બોટ ડૂબી જવાને કારણે પિતા અને પુત્ર સહિત પાંચ માછીમારોનાં મોત થયા છે. તો અન્ય ત્રણ ખલાસીઓ તરીને કિનારે પહોંચી ગયા હતા. વરસાદી સિઝનમાં માછીમારી કરવાની મનાઈ હોવા છતાં પણ દ્રારકાના રૂપેણ બંદરે માછીમારો માછીમારી કરવા માટે ગયા હતા.
દ્વારકાના રૂપેણ બંદરથી ૫ બોટો દરિયામાં ગઈ હતી. જેમાં બે બોટો ડૂબી જતાં સંપર્ક વિહોણી થઈ હતી. પિતા સિદ્દીકભાઈની લાશ મળી હતી. તો તેમના પુત્ર રફિક (ઉં-૨૪)ની લાશ મળી આતાં પરિવારમાં માતમ છવાયું હતું. તો અન્ય ત્રણ લોકોની લાશ દરિયાકિનારે મળી આવી હતી. તેમનાં મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈદના દિવસે પાંચ ખલાસીઓનાં મોતનાં સમાચાર સાંભળી માછીમાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તો મોટી સંખ્યામાં સમાજનાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો કલાકો સુધી દરિયામાં તરીને સહીસલામત દરિયા કિનારે પરત ફર્યા હતા. ત્યારે હજુ પણ ચાર લોકો લાપતાં હોવાના સમાચાર છે. જેમની મદદ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેને કારણે મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


