ન્યુ દિલ્હી,તા.૧૯
આગામી મહિનાથી તમને ઇ-ટિકિટ કેન્સલ કરવા પર હવે વધારે મુશ્કેલી નહી વેઠવી પડે. નવા નિયમ અનુસાર ઇ-ટિકિટ રદ્દ કરનાર લોકોને પૈસા પરત મેળવવા માટે અઠવાડિયાઓ સુધી રાહ નહી જાવી પડે. પરંતુ નિશ્વિત ચાર્જીસ કપાયા બાદ ૪૮ કલાકની અંદર તમારા ખાતામાં રકમ પહોંચી જશે. અત્યાર સુધી ખાતામાં પૈસા પરત આવતા ૭થી ૧૦ દિવસ જેટલો સમય લાગતો હતો. આઇઆરસીટીસી દ્વારા રેલવે ઇ-ટિકિટ બુકિંગ પ્રણાલી માટે નોડલ એજન્સી આૅગસ્ટથી આઇપે નામની એપ લોન્ચ કરવા જઇ છે. આ એપ આૅગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાથી શરૂ થઇ જશે.
આ એપ દ્વારા તમે વોલેટ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, ઇન્ટરનેશનલ કાર્ડ, આૅટો ડેબિટ કાર્ડ અને યૂપીઆઇના માધ્યમ દ્વારા ચુકવણી કરી શકો છો. આઇઆરસીટીટીના અધિકારી ગુલશન કુમારે જણાવ્યું કે, આઇપે મોટાભાગની બેન્કો અને પેમેન્ટ ગેટવે સાથે લિન્ક હશે. તેમણે જણાવ્યું કે તેનાથી પેમેન્ટ સરળ બની જશે અને પેમેન્ટ પરત મેળવવામાં પણ સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે આ એપમાં એવી અનેક સુવિધાઓ હશે જે ઇ-ટિકિટ બુકિંગ કરનારાઓ માટે ઉપયોગી હશે. તેમાં પેમેન્ટ કરવા માટે પણ અનેક વિકલ્પો હશે. તમે સ્ટેટ બેન્ક, ઇન્ડિયન ઓવરસીસ બેન્ક, કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક. એક્સિસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને યુનાઇટેડ બેન્ક આૅફ ઈન્ડિયાના ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગ કરી શકો છો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





