ન્યુ દિલ્હી,તા.૩૧
એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ મામલે દિલ્હીની એક કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદંબરમ દ્વારા દાખલ કરેલ આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા ઇડીએ તેમની અટકાયત કરી પૂછપરછ કરવાની માંગ કરી હતી.
પી ચિદંબરમની આગોતરા જામીન અરજીના વિરોધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જવાબમાં જણાવ્યું કે તેમનું વર્તૂણંક તપાસ વિરોધી હતું અને તપાસમાં તેઓ સહયોગ આપી ન હોતા રહ્યા. પી ચિદંબરમની આગોતરા જામીન અરજી પર ગુરૂવારે સુનાવણી કરવામાં આવશે. ઝ્રમ્ૈં અને ઈડ્ઢ દ્વારા દાખલ એરસેલ-મેક્સિસ મામલામાં કોર્ટે આઠ ઓક્ટોબરે પી ચિદંબરમ અને તેમના પુત્ર કાર્તીને ધરપકડમાંથી મુક્તિ આપતા એક નવેમ્બર સુધી વચગાળાની રાહત આપી હતી.
ચિદંબરમે ઇડી મામલે ધરપકડમાંથી બચવા માટે આ વર્ષમાં ૩૦ મેના રોજ કોર્ટમાં અરજી આપી સંરક્ષણની અપીલ કરી હતી જેમાં તેમને સમય-સમયે રાહત મળતી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




