
ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ કાર લઈને ફરાર થયા
વડોદરા,તા.૧૮
વડોદરાના નંદેસરી ગામે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓના મારથી વૃદ્ધનું મોત નિપજ્યાનો આરોપ લાગ્યો છે. ફાઈનાન્સ કંપનીના કર્મચારીએ નંદેસરી ખાતે કારને અટકાવી હતી. તેમજ કાર ચલાવતા વૃદ્ધને માર માર્યો હતો. તેમજ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા. કારના હપ્તા ના ભરતાં એક વૃદ્ધને માર મારવાની ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યાં છે. કોર્ટના સ્પષ્ટ આદેશ છે કે, ફાયનાન્સ કંપનીઓ મારામારી ન કરી શકે. આ અંગે બેંકોને પણ ગાઈડલાઈન અપાઈ છે. બેંકના પૈસા વસૂલ કરવા માટે ગુંડાઓ મોકલી દાદાગીરી ન કરી શકો. આ બાબતે પોલીસ કડક બની કાર્યવાહી કરી શકે છે.
ફાઈનાન્સ કંપનીના ચારથી પાંચ કર્મચારીઓ અન્ય કારમાં આવ્યા હતા. તેમજ કારમાં રહેલા વૃદ્ધને માર માર્યો હતો. વૃદ્ધ રાજકુમાર શર્માની કારનાં હપ્તા બાકી હતા. માર બાદ મોતને ભેટલા રાજકુમાર શર્મા વડોદરામાં કુમાર રોડ લાઈન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એકાએક વૃદ્ધના મોતથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પીએમ રિપોર્ટ પણ તપાસીને વધુ કાર્યવાહી કરી શકે છે. પીએમમાં વૃદ્ધનું માર મારવાથી મોત થયું હોવાનું બહાર આવશે તો ફાયનાન્સ કંપની ભરાઈ જશે. હાલમાં હપતા ન ભરવા જેવી બાબતમાં વૃદ્ધનું મોત નિપજાવાની ઘટનાએ ભારે આક્રોશનો માહોલ ઉભો કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





