રાજ્ય અન્ન આયોગે ફરિયાદ નિવારણ હેલ્પલાઈન શરુ કરી,૨૪*૭ ખૂલ્લી રહેશે

0
61

ગાંધીનગર,તા.૧૮
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ની સઘન અમલવારી માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ અન્ન સલામતી કાયદાની કડક અમલવારી માટે અને લાભાર્થીને મહત્તમ લાભ મળતો થાય તે માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરવામાં આવી છે. આ અન્ન આયોગ દ્વારા વ્યાજબીભાવની દુકાનો, આંગણવાડી, મધ્યાહન ભોજનને લઈને ઉઠતી ફરિયાદોને લઈને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન ૨૪ બાય ૭ ચાલુ રાખવામાં આવી છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અન્વયે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ભાવ પ્રમાણે અનાજ ન આપવાની બાબત, અનાજ ઓછું આપવાની બાબત, લાભાર્થીને મળવાપાત્ર લાભ ન મળવા ઉપરાંત રેશનકાર્ડ ધારક લાભાર્થી, જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરને ફરિયાદ કરી શકે છે. રૂબરૂ, ટપાલ, ઈમેઈલથી ફરિયાદ કરી શકાશે. પરંતુ લાભાર્થીઓ અધિકારીઓના નિર્ણયથી નારાજ થયા હોય તો રાજ્યકક્ષાએ ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકશે.
ગાંધીનગરમાં સીધી અપીલ કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ અધિકારી કલેકટર અને રાજ્ય કક્ષાએ અધ્યક્ષ ગુજરાત રાજ્ય અન્ન આયોગ, અન્નભવન ખાતે ફરિયાદ કરી શકશે. આ માટે ઈ-મેઈલ આઈડી પર કરી શકાશે કચેરીના ટેલિફોન નંબર ૦૭૭૨૩૨૫૮૪૯૦૫૨ પણ જાણી શકાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY