અંબાજી,તા.૧૮
યાત્રાધામ અંબાજી ખાતેના જાણીતા ચૂંદડીવાળા માતાજીને વનવિભાગે અનઅધિકૃત બાંધકામને લઈને નોટીસ ફટકારી છે. સેન્ચુરી વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરી શકાય નહી. તેવામાં આજે અંબાજીમાં ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ ભાઈ જાની દ્વારા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હતો અને સેન્ચુરી વિભાગમાં અનઅધિકૃત બાંધકામને લઈને વનવિભાગે નોટીસ ફટકારી છે.
ચૂંદડીવાળા માતાજીના લાખો ભક્તો છે. અંબાજીમાં દર્શનાર્થે આવતા મોટાભાગના ભક્તો ચૂંદડીવાળા માતાજીના દર્શનાર્થે જાય છે. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ સમયે નોટિસને પગલે ભક્તોમાં પણ નારાજગી વ્યાપી છે. વનવિભાગની નિયમો મુજબની કાર્યવાહી છતાં આસ્થા સાથે જોડાયેલા ભક્તોએ ચૂંદડીવાળા માતાજીને ફટકારેલી નોટિસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


