પાવર પ્લેયર કોનસેપ્ટ આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં
ન્યુ દિલ્હી,તા.૫
ઇન્ડીયન પ્રીમિયર લીગની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ટોકિંગ પોઇન્ટ બની હતી. અમ્પાયર્સ ખાસ કરીને નો-બોલને લઈને સાચો કોલ લેવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બીસીસીઆઈએ તેને ધ્યાનમાં રાખતા નિર્ણય કર્યો છે કે આઈપીએલની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે. આઈપીએલની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક મેમ્બરે કહ્યું કે, એક સ્પેશિયલ અમ્પાયર ફરજ નિભાવશે, જે ઓન-ફિલ્ડ અમ્પાયર્સ અને થર્ડ અમ્પાયર સાથે કોઓર્ડિનેટે કરીને નો-બોલ અંગે મદદ કરશે. આઇપીએલ પહેલા આ રીતે એક્સ્ટ્રા અમ્પાયરનો ઉપયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં કરવામાં આવશે.
બેઠકમાં નક્કી થયું હતું કે, પાવર પ્લેયરનો કોનસેપ્ટ આગામી સીઝનમાં મુકવામાં આવશે નહીં. બોર્ડના અધિકારીએ કહ્યું કે, સમય ઓછો હોવાથી તેને આગામી સીઝનમાં અમલમાં મુકવામાં આવશે નહીં. અમે આઇપીએલ પહેલા તેનો ડોમેસ્ટીક ટૂર્નામેન્ટમાં ઉપયોગ કરવા માગીએ છીએ. તેમાં વધુ સમયની જરૂર હોવાથી હાલના તબક્કે તે થઇ શકે તેમ નથી. તે ઉપરાંત બોર્ડ ફ્રેન્ચાઈઝની વિદેશમાં ફ્રેન્ડલી મેચો રમવાની છૂટ છૂટ આપે તેવી સંભાવના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



