રાજકોટ,તા.૧૭
સોશિયલ મીડિયાથી કેવું નુકસાન થઇ શકે તેનો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવતીને પોતાની બહેનપણી સાથે અણબનાવ થતા તેને બદનામ કરવા ફેસબુકમાં ફેક આઇડી બનાવ્યું હતું. યુવતીએ ફેક આઇડીમાં બહેનપણીનો ફોટો શેર કરી બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ નયના સોલંકી અને કિરણ મોરી નામની યુવતીઓ બહેનપણી હતી. જેમાં નયનાનું નિકી પરમાર નામે ફેસબુક એકાઉન્ટ છે. દરમિયાન બંને વચ્ચે કોઈ કારણોસર અણબનાવ થતા કિરણે નિકી સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે ફેસબુકમાં નિકી સોલંકી નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. એટલું જ નહીં તેમાં નયના સોલંકીનો સાચો ફોટો પણ મુક્યો હતો. આ અંગે નયના સાગરભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે કિરણ મોરીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




