મક્કામાં તિરંગો લહેરાવી ફોટો પાડતા પિતા-પુત્રની ધરપકડ 

0
83
વડોદરા,તા.૧૭
મુસ્લિમ સમાજના પવિત્ર તિર્થસ્થાન મક્કા-મદીના ખાતે ઉમરાહ કરવા માટે ગયેલા વડોદરાના તાંદલજાના પરિવારના પિતા-પુત્રએ મક્કામાં તિરંગો લહેરાવીને ફોટો પડાવતા સ્થાનિક સાઉદી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. મક્કા ખાતે સાઉદી પોલીસે કરેલી ધરપકડના પગલે પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા. જાકે, સ્થાનિક કોર્ટ જામીન આપી દેવામાં આવતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સરફરાઝ પાર્ક-૨માં રહેતા ઇમ્તિયાઝઅલી સૈયદ ગ્લાસ બનાવતી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.૧૧ નવેમ્બરના રોજ તેઓ તેમની પત્ની સૈઝાદી બેગમ તેમજ તેમના બે સંતાનો મહંમદ ઉઝેર અને ઉઝમા સાથે પરિવત્ર તિર્થસ્થાન મક્કા મદીના ઉમરાહ કરવા માટે નીકળ્યા હતા. પવિત્ર સ્થાન મક્કા ખાતે ઇમ્તિયાઝઅલી સૈયદ પોતાના ૧૪ વર્ષના પુત્ર મહંમદ ઉઝેર સાથે પવિત્ર તિર્થ સ્થાન મક્કામાં ભારતનો ત્રિરંગો લહેરાવીને ફોટા પાડી રહ્યા હતા. તે સમયે સ્થાનિક સાઉદી પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
વડોદરા ખાતે રહેતા ઇમ્તિયાઝઅલી સૈયદના ભાઇ ફૈયાઝઅલી સૈયદે જણાવ્યું હતું કે, ભાઇ ઇમ્તિયાઝઅલી અને તેમના પુત્ર ઉમઝાની સાઉદી પોલીસે ત્રિરંગો લહેરાવવા સાથે ફોટો પાડતા ધરપકડ કરી છે. જાકે, પુત્ર અમઝાને પોલીસે તુરંત જ છોડી દીધો હતો. પરંતુ ભાઇની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. જેમાં ભાઇને ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY