યુવકની યુવતીઓ સાથેની બીભત્સ તસવીરો ફેસબુક પર મૂકાતા ફરિયાદ

0
15

અમદાવાદ,તા.૨૩
વાડજમાં રહેતા અને ફાઇનાન્સનો વ્યવસાય કરતાં યુવકે ફરિયાદ નોંધાવી છે કે અજાણી વ્યÂક્તએ ફેક આઇડી બનાવી તેની બદનામી કરી છે. યુવકની યુવતીઓ સાથે બીભત્સ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી બદનામી કરવાનો આરોપ છે. વાડજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં વિજયભાઈ બાબુભાઈ સોનારાએ જણાવ્યું કે, “મારી પર સોનારા સોનારા નામના ફેસબુક આઇડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેને મેં સ્વીકારી નહોતી. તેમ છતાંય સોનારા સોનારા ફેસબુક આઇડી ધરાવનારે મારા ફેસબુક પેજ પરથી ફોટો ડાઉનલોડ કરી તેને પોતાના એફબી આઇડી પર અપલોડ કરેલા. મારા ફોટો કોઇ છોકરીઓ સાથે અપલોડ કરેલા સાથે બીભત્સ લખાણ પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. મારા સમાજના સોનારા ફ્રેન્ડે ફેસબુક પર આ તસવીરો જાઈ અને મને જાણ કરી હતી.”
વિજય સોનારાએ ફરિયાદમાં વધુમાં કહ્યું કે, “આ ઉપરાંત એક મોબાઇલ નંબર ઉપરથી મારા વિશે બીભત્સ લખાણ લખેલા અન્ય છોકરીઓ સાથેના ફોટોના સ્ક્રીનશોટ મોકલવામાં આવ્યા હતા. આ પ્રકારે મારા ફોટાનો ખોટો ઉપયોગ કરી બીભત્સ લખાણ લખી મારી બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY