હળવદના જુના દેવળિયા ગામેથી દારૂ સાથે એક ઝડપાયો

0
30

મોરબી: હળવદ ના જુના દેવળીયા ગામના પાટીયા પાસે આવેલી દુકાનમાંથી એલ.સી.બી પોલીસે અંગ્રેજી દારૂની બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા સાહેબની સૂચના હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસીબીના પોલીસ કોન્સ્ટેબલ નિરવ મકવાણા અને આશિષભાઈ ચાણકયાને બાતમી મળી હતી કે વિજય જયંતીભાઈ અઘારા નામનો વ્યક્તિ જુનાદેવડીયા ગામના પાટિયા પાસે પોતાના કબજાવાળી દુકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જેથી એલસીબીના સ્ટાફે જુનાદેવડીયા ગામના પાટિયા પાસે પ્રાચી પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલી દુકાન નંબર ૨૬ માં ચેકિંગ હાથ ધરતા એસીબી પોલીસને બનાવટી પરપ્રાંતિય અંગ્રેજી દારૂની બોટલના 104 નંગ મળી આવ્યા હતા. જેની કિંમત 31200 છે. જેથી પોલીસે આરોપી કલ્પેશભાઇ જયંતિભાઇ અઘારાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે અંગ્રેજી દારૂનો તેના ભાઈ વિજયભાઈ જયંતીભાઈ અઘારા એ રાખેલ છે. જેથી પોલીસે તેના ભાઈની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY