ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા

0
16

પોલીસ મહાનિરીક્ષક, મયંકસિંહ ચાવડા,ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, મનિષસિંહ મહેસાણાની સુચના અનુસાર મહેસાણા એલ.સી.બી. સ્ટાફના માણસો દશેરા તહેવાર નિમિત્તે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ગુંજાળા ગામેથી ઉદલપુર જતા રસ્તા બાજુના ખરાબામાં રાજપુત આરબસીંગ ઉર્ફે સોનું રામવીરસીંગ તથા ઠાકોર જીતેન્દ્ર શકરાજી રહે. બન્ને મહેસાણાવાળાઓ ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ ટ્રકમાં ભરી લાવી કટીંગ કરાવે છે. અને ઠાકોર દીલીપજી લક્ષ્મણજી રહે. ગુંજાળા તા. વિસનગરવાળો પોતાના ઘર પાસે ઉભો રહી કટીંગ ઉપર વોંચ રાખે છે. જે હકીકત આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ. એસ.એસ.નિનામા તથા પો.સ.ઇન્સ. આર.જી.ચૌધરી તથા એલ.સી.બી. સ્ટાફનાઓએ સદર જગ્યાએ રેઇડ કરતાં ટાટા મોર્ટસ ઓપન ટ્રક નં- જી.જે.- ૦૭ એકસ ૫૦૭૪ માં સડેલી મગફળીના કોથળાની આડશમાંથી તથા એકટીવા નંબર જી.જે.- ૦૨ સી.ઇ. ૭૩૧૪ માંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી કુલ પેટી નંગ- ૩૦૧ બોટલ નંગ- ૭૯૩૨ કિ.રૂ. ૧૧,૭૦,૦૦૦/- તથા ટાટા ટ્રક ગાડી કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા એકટીવા કિ.રૂ. ૩૫૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૩ કિ.રૂ. ૫૦૦૦/- તથા સડેલી મગફળીના કોથળા નંગ- ૧૩૦ મળી કુલ રૂ. ૨૨,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઠાકોર દીલીપજી લક્ષ્મણજી રહે. ગુંજાળા સીમ તા. વિસનગર જી. મહેસાણાવાળો પકડાઇ ગયેલ હોઇ અને (૧) રાજપુત આરબસીંગ ઉર્ફે સોનું રામવીરસીંગ રહે. મહેસાણા માલ ગોડાઉન (૨) ઠાકોર જીતેન્દ્રજી શકરાજી રહે. ટીબીરોડ મહેસાણા (૩) એકટીવાનો ચાલક નનો નામનો ઇસમ (૪) ટ્રક ચાલક ફીગો ગાડીમાં બેસી નાસી ગયેલ હોઇ મહેસાણા એલ.સી.બી.ને વધુ એક પ્રોહીબિશનનો કવોલીટી કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY