દિલ્હીમાં સિગ્નેચર બ્રિજ ઉપર સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવાનોના મોત

0
98

ન્યુ દિલ્હી,તા.૨૩
દિલ્હીના સિગ્નેચર બ્રિજ ખાતે શુક્રવારે સવારે મોટી હોનારત સર્જાઇ છે. અહીંયા સેલ્ફી લઇ રહેલાં બે યુવાનોના પુલ ઉપરથી નીચે પડતા મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ બંને યુવાનો બાઇક ઉપર સવાર હતાં અને તેમની બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો.
બંને યુવાનો સેલ્ફી લેતી વખતે પુલ ઉપરથી નીચેની રેતીમાં પટકાયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે ૯ વાગ્યે પુલ ઉપર જે સ્થળે તેમની બાઇક ટકરાઇ ત્યાં એક મોટો ગેપ હતો. આ ગેપમાંથી જ તેમની બાઇક પુલથી નીચે પડી અને બંને યુવાનોના મૃત્યુ નીપજ્યાં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલની ખાસિયત જ તેને સૌથી ઊઁચો સેલ્ફી પોઇન્ટ ગણાવવામાં આવતો હતો. જે દિવસથી પુલ ખોલવામાં આવ્યો ત્યારથી જ પ્રશાસન માટે લોકોનું ત્યાં જાખમી સેલ્ફી લેવું મોટો પડકાર બની ગયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY