વિરોધ કરશે તો તેમના પુત્ર/પુત્રીનું એડમિશન રદ કરવામાં આવશે
સુરત,તા.૯
અડાજણમાં આવેલી એક ખાનગી સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એક એડમિશન ફોર્મ આપવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સ્કૂલ જે ફી નક્કી કરશે તે ભરવી પડશે. કોઈ પણ વાલી ભવિષ્યમાં ફી અંગે વિરોધ કરશે નહીં.
અડાજણ ખાતે આવેલી રાયન ઈન્ટર નેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના માતા પિતા પાસે એડવાન્સમાં એક એડમિશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. જેમાં ફીં અંગે ઉલ્લેખ કરાયો છે. અને લખ્યું છે કે, કોઈ પણ વાલી ભવિષ્યમાં ફી અંગે વિરોધ કરશે નહીં. સ્કૂલ જે ફી નક્કી કરશે તે ભરવી જ પડશે. જો વિરોધ કરશે તો તેમના પુત્ર/પુત્રીનું એડમિશન રદ કરવામાં આવશે.
રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સીબીએસઈમાં ધોરણ ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારના એડમિશન ફોર્મ આપવામાં આવ્યા છે. અને વિદ્યાર્થીઓના માતા-પિતા પાસે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





