ગાંધીનગર,તા.૯
રાજકોટના જેતપુરમાં થયેલ મગફળી કૌભાંડ મામલે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ત્યારે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ આજે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે નાફેડના ચેરમેન વાઘજી બોડા અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા અને આકરા પ્રહારો કર્યા છે.
વાઘજીભાઈ ૨ વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા છે. વાઘજી બોડા ટંકારા કાંગ્રેસની કારોબારીમાં હતા.CM પહેલેથી જ કહેતાં હતા કે ખેડૂત માટે નાફેડને જવાબદારી આપી. ચેરમેન તરીકે વાઘજી બોડાએ શા માટે જવાબદારી ન નિભાવી. શા માટે વાઘજી બોડાએ ફરિયાદ ન કરી? વાઘજી બોડા કાંગ્રેસનાં નેતાઓના કારણે ફરીયાદ કરતા ન હતા. મગન ઝલવાડ઼યિા પડધરી કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. મગન ઝલવાડ઼યિાની નાફેડ સાથે સાંઠગાંઠ હતી.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે ઉપવાસનું તરકત તે પહેલા જ તપાસ સોંપાઈ ગઇ હતી. ઉપવાસનું નાટક કાંગ્રેસનાં મળતિયાને બચાવવા માટે છે. કોંગ્રેસે હંમેશા ખેડૂતોનું અહિત કર્યુ છે. નાફેડ સંસ્થામાં વાઘજી બોડા મુદ્દે રજૂઆત કરાશે. જવાબદારો સામે ફોજદારી પગલા લેવા CM ને રજૂઆત કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



