સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન જા મહિલાઓ ફિશ ખાય છે અથવા તો ફિશ ઓઇલના સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરે છે તે મહિલામાં પ્રિમેચ્યોર બર્થનો ખતરો ખુબ ઓછો રહે છે. એક સ્ટડીમાં આ મુજબનો દાવો હાલમાં કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જે મહિલાઓમાં ઓમેગા -૩ ફેટી એસડ્સની કમી હોય છે તે મહિલા સગર્ભાવસ્થા દરમિયાન ફિશ વધુ પ્રમાણમાં સેવનમાં ઉપયોગમાં તે તેવી સલાહ નિષ્ણાંત લોકો આપે છે. આના કારણે તેમની કેટલીક તકલીફ દુર થાય છે. સ્ટડીમાં એવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે જે સગર્ભા મહિલાઓમાં પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં એન-૩ ફેટી એસિડ્સનુ પ્રમાણ ઓછુ હોય છે ે તે મહિલામાં પ્રિમેચ્યોર બર્થનો ખતરો વધારે રહે છે. જ્યારે જે મહિલામાં આવા ફેટી એસિડ્સની માત્રા વધારે જાવા મળી છે તેમાં આ પ્રકારનમા ખતરા નહીવત સમાન હોય છે. શોધ કરનાર નિષ્ણાંતો અને તબીબોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો કેટલાક ફેટી એસિડ પ્રિમેચ્યોર ડિલિવરી માટે જવાબદાર હોય છે. પ્રિમેચ્યોર બર્થ જ શિશુના મોત માટે સૌથી મોટા કારણ તરીકે હોય છે. જે બાળકો પ્રિમેચ્યોર બર્થ બાદ પણ જીવિત રહી જાય છે તે બાળકોમાં કેટલીક સમસ્યા ઉભી થાય છે. આગળ ચાલીને તેમનામાં હાર્ટ અને દિમાગ સાથે સંબંધિત તકલીફ ઉભી થઇ શકે છે. જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિણામ પર પહોંચતા પહેલા ૯૬ હજાર બાળકોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ૩૭૬થી વધારે મહિલાઓના બ્લડ સેમ્પલો પણલેવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૯૭થી લઇને ૨૦૦૩ વચ્ચેના ગાળામાં જે મહિલાઓના પ્રિમેચ્યોર ડિલિવરી થયા તે તમામ મહિલાઓના બ્લડ સેમ્પલોમાં ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે જે મહિલાઓને નોર્મલ ડિલીવરીમાં જન્મ આપ્યો છે તેમાં પણ અભ્યાસની કામગીર હાથ ધરવામાં આવી હતી.તાજેતરમાં જ કરવામાં આવેલા અન્ય એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ફિશ ઓઈલ યાદશક્તમાં ૧૫ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો કરે છે. આ ઉપરાંત ઘણી તકલીફોને પણ દૂર કરે છે. સોલમન અને ટ્રોટ જેવી ઓઇલી ફિશને ડાઈટમાં લેવાથી યાદશક્ત સુધારે છે.હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં મેસી યુનિવર્સિટીમાંથી વેલેમાં સ્ટોન હાઉસ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. આ ટીમે ડીએચએ ધરાવતાં ઘટક ત¥વો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. સોલમન જેવી ફૂડ વસ્તુઓમાં ઓમેગા-૩ ફેટ્ટી એસિડના ત¥વો જાવા મળ્યા છે. આમા જણાવવામાં આવ્યું છે કે ૧૭૬ સ્વસ્થ પુખ્તવયના લોકોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર યાદશક્ત જ નહીં બલ્કે હાડકાઓને મજબૂત કરવામાં પણ ફિશ ઓઈલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારવાર બાદ જાણવા મળ્યું કે દરેકની યાદશÂક્તમાં વધારો થાય છે. આ ઉપરાંત શરીરના અન્ય ઘટકોની તાકાત પણ વધે છે. પ્રથમ વખત અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે ડીએચએ ઘટક ત¥વોથી યુવા સ્વસ્થ પુખ્તવયના લોકોની યાદશક્તમાં સુધારો થાય છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલે સ્ટોન હાઉસને ટાકીને આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે બ્રેઇનને મજબૂત રાખવા અને ડિમાંગ વધુ કુશળતા સાથે કામ કરે તે માટે ફિશ ઓઈલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તારણો બાદ ફિશ ઓઇલને લઈને વધુ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. ફિશ ઓઈલ અને યાદશÂક્ત વચ્ચે સીધા સંબંધ હોવાના મામલે કોઈ નક્કર તારણો અપાયા નથી પરંતુ પ્રાથમિક વાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને લઈને વધુ અભ્યાસ હવે હાથ ધરવામાં આવે તેવી વકી છે. અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મહિલાઓને સ્ટ્રોકની અસર સગર્ભા અવસ્થા દરમિયાન થઈ છે. બાળકને જન્મ આપ્યા બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન ભાગ્ય જ સ્ટ્રોકનો હુમલો થાય છે. પરંતુ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે છેલ્લા બાર વર્ષના ગાળામાં સ્ટ્રોકના હુમલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન વધી ગયા છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૪૦૮૫ જેટલી સગર્ભા સાથે સંબંધિત સ્ટ્રોકથી ગ્રસ્ત મહિલાઓને હોસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






