ગાંધીનગર,
તા.૧૪/૦૩/૨૦૧૮
વિધાનસભામાં ધારાસભ્યોની બોલબાલા અને લેવાયેલા નિર્યણ ની ચર્ચાઓ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ મારામારી કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી હતી. તે દરખાસ્તને ભૂપેન્દ્ર સિંહ ચુડાસ્મા અને પ્રદિપસિંહ જાડેજાએ ટેકો આપ્યો હતો. તો બીજી બાજુ અધ્યક્ષે અમરીશ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે તો બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. અધ્યક્ષના નિર્ણયથી નારાજ વિપક્ષે વાકઆઉટ કર્યું હતું.
અકળાયેલા અધ્યક્ષે રાજીનામું આપવાની ઓફર કરી????
વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારા મારીનો મુદ્દો હાલ ગુજરાત ભરમાં ગાજી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લોકશાહી માટે કાળીટીલી રૂપ સાબિત થયેલી આ ઘટનાને લઈ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માગે છે. જેને કારણે અધ્યક્ષની ચેમ્બરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચી ગયા હતા.
આ તમામ બીજેપી નેતાઓ રાજેન્દ્ર ત્રિવેદીને મનાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ મીટિંગ બાદ વિધાનસભા ગૃહની ફરીવાર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
વિધાનસભા ગૃહની ઘટના અશોભનિય : મેવાણી
ગૃહમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની મારામારીની ઘટનાને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અશોભનિય ગણાવી. તેમણે કહ્યું કે દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં ડી.કે.ત્રિવેદી પંચના રિપોર્ટમાં કસૂરવારોના નામ છે. જેને ભાજપના પ્રધાનોના આસારામ સાથે સંબંધો છે. અને કસૂરવારોના નામ છુપાવી રહ્યા છે. ભાજપ જાણીજાઈને રિપોર્ટ ગૃહમાં રજૂ કરતો નથી.
આ ઘટના બની જેનાથી ખૂબ જ દુઃખી છે : જગદીશ પંચાલ
ધારાસભ્ય જગદીશ પંચાલે જણાવ્યુ કે, આ ઘટના બની તેનાથી ખૂબ જ દુઃખી છુ. અદયક્ષની સામે હાથ કરીને કોંગ્રેસના સભ્યો ઓર્ડર કરી રહ્યા હતા. અમે તેમને બેસવાનું કર્યું હતું. ભૂતકાળમાં પણ પ્રતાપ દુધાતે ધમકી આપી હતી. મે અપ શબ્દો રજુ કર્યા નથી.
ગાળો બોલાવી એ ભાજપના સંસ્કાર છે : પ્રતાપ દૂધાત
વિધાનસભા ગૃહમાં મારામારી મામલે કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે નિવેદન જાહેર કર્યું કે, ગાળો બોલવી એ ભાજપના સંસ્કાર છે, અને ગાળો સહન કરવી એ મારા સંસ્કાર છે. મને ભાજપના ધારાસભ્યએ ખુબ ઉશ્કેર્યો તેથી આ ગટના બની. ઉલ્લેખનીય છે કે, પ્રતાપ દૂધાત પર આક્ષેપ છે કે, તેમણે ભાજપની ધારાસભ્ય જગદીશ પંચાલ પર તેમણે માઈક દ્વારા હુમલો કર્યો.
લોકશાહીમાં આ પ્રકારના બનાવ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે : અલ્પેશ ઠાકોર
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે લોકશાહીમાં આ બનાવ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્યે અભદ્ર ભાષામાં વાત કરતાં મામલો બિચક્યો.
જગદીશ પંચાલ ખરાબ શબ્દો બોલ્યા નથી : નીમાબેન આચાર્ય
ભાજ૫ના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ઘટનાને આંચકાજનક ગણાવતા કહ્યું કે, મને એવું લાગ્યું કે અમરીશભાઈ અધ્યક્ષને મારવા જતા હતા. જગદીશ પંચાલ ખરાબ શબ્દો બોલ્યા નથી. વિધાનસભાને યુદ્ધનું રણ બનાવી ન દે તે માટે સખત પગલાં ભરવા જાઇએ. રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદિ૫સિંહ જાડેજાએ કહ્યું હતું કે, વિધાનસભાને મંદિર ગણવામાં આવે છે. આ બનાવ બન્યો ત્યારે અહી હાજર ૧૨ મહિલા ધારાસભ્યો બિચ્ચારા ગભરાઇ ગયા હતાં.
આ કોંગ્રેસની નકરી દાદાગીરી છે : વિજય રૂપાણી
વિધાનસભામાં મારામારી બાદ મુખ્યપ્રધાન સીએમ વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ કોંગ્રેસની નકરી દાદાગીરી છે. હવે પોલીસ પોલીસનું કામ કરશે.
આ લોકશાહીની હત્યા છે : ભરતસિંહ સોલંકી
આ મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આ લોકશાહીની હત્યા છે. મારામારીની શરૂઆત ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે શરૂ કરી હતી, તેમણે સૌપ્રથમ પ્રશ્નોત્તરી દરમ્યાન પ્રતાપ દૂધાતને માઈક મારતા મામલો બિચક્્યો હતો.
કોંગ્રેસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે : હર્ષ સંઘવી
જ્યારે હર્ષ સંઘવીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમીયાન થયેલી ભાજપ કોંગ્રેસ વચ્ચેની મારામારીને વિધાસભાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના નિંદનિય છે. કોંગ્રેસ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી રહી છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ પણ કરીશું.
હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને મળી ધમકી
ગુજરાત વિધાનસભામાં મારામારી બાદના વરવા દ્રશ્યો બાદ ધારાસભ્ય હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ દમકી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આપી હોવાનો આક્ષેપ છે. જેને પગલે ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"