મહાકાય વીમા કંપની એલઆઇસી આજે જીવન વીમાના ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. સાથે સાથે તેના વિશ્વાસને જાળવી રાખવામાં પણ સફળ છે. તેની સફળ કામગીરીના કારણે અને વિશ્વાસના કારણે તેના લાખો પોલિસી ધારકો બની ગયા છે. આજે આંકડા પર ધ્યાન આપવામાં આવે તો એલઆઇસી ૨૦૪૮ સંપૂર્ણપણે કોમ્પ્યુરાઇઝ બ્રાન્ચ શાખા ધરાવે છે. તેની આઠ ઝોનલ ઓફિસ છે. સાથે સાથે ૧૧૩ ડિવિઝનલ ઓફિસ અને ૨૦૪૮ બ્રાન્ચ છે. ૧૩૭૧ સેટેલાઇટ ઓફિસ પણ છે. સાથે સાથે કોર્પોરેટ ઓફિસ પણ ધરાવે છે. એલઆઇસીનુ મોટુ નેટવર્ક રહેલુ છે. તેના વ્યÂક્તગત એજન્ટોની સંખ્યા ૧૩૩૭૦૬૪ છે. ૨૪૨ કોર્પોરેટ એજન્ટો પણ રહેલા છે. ૮૯ રેફરલ એજન્ટો રહેલા છે. ૯૮ બ્રોકરો રહેલા છે. એલઆઇસી ખાસ સ્લોગન સાથે કામ કરે છે. તેનુ સ્લોગન સંસ્કૃતમાં છે. યોગસેમમ વહામ્યા છે. જેનુ અંગ્રેજીમાં અનુવાદ કરવામં આવે તો તેનો અર્થ આપનુ કલ્યાણ અમારી જવાબદારી છે તે થાય છે. બાગવત ગીતાના નવમાં ચેપ્ટરમાંથી તે લેવામાં આવ્યુ છે. આ સ્લોગનને લોગોમાં જાઇ શકાય છે. દેવાનગીરી Âસ્કપ્ટમાં લખેલુ છે. દેવામાં ડુબેલી અને ૨૮ ટકા એનપીએ ધરાવનાર બેંકમાં હિસ્સેદારી ખરીદવાના નિર્ણયના કારણે તેની સાથે જાડાયેલા લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ એલઆઇસી દ્વારા તાજેતરના વર્ષોમાં તો સરકારી બેંકોંમાં તેની હિસ્સેદારીને ઘટાડી દેવામાં આવી છે. આવી Âસ્થતીમાં આ ખરીદીનો નિર્ણય કોઇને ગળે ઉતરતો નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



