આતંકવાદને નાથવામાં નિષ્ફળ પાક.ને એફએટીએફ બ્લેકલિસ્ટ કરી શકે,પાક. ટેરર ફંડિંગ પર પ્રતિબંધ લગાવે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે
ફ્લોરિડા,તા.૨૨
આતંક પર એકશન માટે ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (હ્લછ્હ્લ)એ પાકિસ્તાનને છેલ્લી ચેતવણી આપી દીધી છે. ફ્લોરિડામાં મળેલ એફએટીએફની બેઠકમાં પાકિસ્તાને આતંકની સામે કાર્યવાહી માટે ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં ડેડલાઇન નક્કી કરી છે. એફએટીએફની તરફતી ઇસ્લામાબાદ માટે રજૂ કરાયેલી ચેતવણીએ પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની આશંકાને વધુ મજબૂત કરી દીધી છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોનમાં તુર્કીની સમાચાર એજન્સીના હવાલે પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે તુર્કી જ એક માત્ર દેશ હતો જેને ઇસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરવાનો વિરોધ કર્યો.
ભારત દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ પોતાનનું સમર્થન આપ્યું છે. રિપોર્ટના મતે પાકિસ્તાનની સાથે લાંબા સમયથી ઉભા રહેલા ચીને આ મીટિંગમાં અંતર રાખ્યું છે. ભારત એફએટીએફની એશિયા-પેસિફિક જોઇન્ટ ગ્રૂપનું કો-ચેર સભ્ય છે. એફએટીએફના નિર્દેશોના મતે પાકિસ્તાની આતંકી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી અને મની લોન્ડ્રિંગ રોકવા માટે ઉઠાવામાં આવેલા પગલાંની સમીક્ષા ભારત પણ કરે છે.
૨૨મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ તેના સમાપન રિપોર્ટમાં કહેવાયું હતું કે ટેરરિઝમ ફાઇનાન્સિંગ (આતંકને નાણાંકીય પોષણ) રોકવામાં પાકિસ્તાનને પૂરતી સમજનું પ્રદર્શન કર્યું નથી. દા-એશ (ૈંજીૈંજીનું અરેબિક નામ), જેયુડી, એફઆઇએફ, લશ્કર-એ-તૈયબા, જેઇએમ, અને તાલિબાન સાથે -જોડાયેલા આતંકી સંગઠનોના આર્થિક આધારને નબળો પાડવા માટે પાકિસ્તાને પર્યાપ્ત પગલાં ઉઠાવ્યા નથી.
એફએટીએફની તરફથી રજૂ કરવામાં આવેલી ચેતવણી પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી છે. જો એફએટીએફ ઇસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરે છે તો તેની સીધી અસર એ હશે કે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન સંપૂર્ણપણે એકલું પડી જશે. તેની અસર પાકિસ્તાનને આઇએમએફ અને વર્લ્ડ બેક્નમાંથી મળનાર સહાયતા પ્રાપ્ત કરવામાં પડી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





