ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્ટ્રાઇક સરકારી અધિકારીઓના સર્વિસ રેકોર્ડની ચકાસણીના આદેશ

0
8

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૨
નવી સરકાર રચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી મંડળે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન છેડયું છે. વિતેલા દિવસોમાં વેરા વિભાગમાંથી ૨૫થી વધારે ઉચ્ચ અધિકારીઓને બળજબરીપૂર્વક નિવૃત્તિ લેવડાવ્યા પછી સરકાર તંત્રમાં ભ્રષ્ટ અને કામચોરી કરતા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાના મૂડમાં છે. સખત કાર્યવાહી કરતા સરકારે બેક્નો, જાહેર કાર્યાલયો અને તેના તમામ વિભાગો પાસે પોતાના કર્મચારીઓનો સર્વિસ રેકોર્ડ તપાસ કરવાનો આદેશ કર્યો છે.
પોતાના આદેશમાં કેન્દ્ર સરકારે કડક આદેશ કર્યો છે કે, સર્વિસ રેકોર્ડની ચકાસણી પૂરા નિયમ અને કાયદાથી કરવામાં આવે તેમજ આ મામલે ભરોસો અપાવવમાં આવે કે, કોઇ પણ સરકારી કર્મચારી વિરુદ્ધ બળજબરીથી સેવા નિવૃત્તિની કાર્યવાહીમાં મનમાની ન થાય.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક સરકારી સંસ્થએ દરેક મહિનાની ૧૫ તારીખે નિયમિત રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે. સરકારના આદેશને ૧૫ જુલાઇથી લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારનો આ નિયમ સરકારને જનહિતમાં એજ સરકારી કર્મચારીને સેવા નિવૃત્તિ કરવાની મંજૂરી આપે છે જેની કાર્યશૈલી પર શંકા હશે અથવા તેની કામગીરી યોગ્ય નહી હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY