ન્યુ દિલ્હી/પેરિસ,તા.૨૮
ફ્રાંસે જાહેરાત કરી છે કે તેના દેશમાંથી પસાર થતાં દરમિયાન ભારતીય પાસપોર્ટ ધારકોને એરપોર્ટ ટ્રાંઝીટ વિઝાની જરૂર નહી પડે.
ભારતમાં ફ્રાંસના રાજદૂત એલેક્ઝેન્ડર જેગલરે ટ્વીટ કરી કહ્યું કે, મને જણાવતા આનંદ થાય છે કે ૨૩ જુલાઇ ૨૦૧૮થી ભારતીય પાસપોર્ટ ધારકોને ફ્રાંસમાં કોઇ પણ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રથી પસાર થતા દરમિયાન એરપોર્ટ ટ્રાંઝીટ વિઝાની જરૂર નહી પડે. ફ્રાંસ શેંગેન ક્ષેત્રનો એક ભાગ છે જેમાં ૨૬ યુરોપીયન દેશો સામેલ છે.
ટ્રાંઝીટ વીઝા એક પ્રકારનો ટેમ્પરરી શોર્ટ પીરિયડ વીઝા છે, જે પ્રવાસ દરમિયાન કામ આવે છે. ઘણાં દેશોમાં તેવું હોય છે કે, જા તમે ૨૪ કલાકથી વધારે સમય સુધી રોકાવ છો તો ત્યાં તમને ટ્રાંઝીટ વિઝા લેવો પડે છે.
ફ્રાંસ પણ શેંગેન ક્ષેત્રનો ભાગ છે જેમાં ૨૬ યુરોપિયન દેશો સામેલ છે. આ યુરોપીયન દેશોમાં પ્રવાસ દરમિયાન અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઘાના, ભારત, ઇરાન, ઇરાક, પાકિસ્તાન, શ્રીલંકા સહિતના ૧૯ દેશોના મુસાફરોને શેંગેન ક્ષેત્રમાં આવતા દેશોના એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાંથી પસાર થવા દરમિયાન ટ્રાંઝીટ વિઝાની જરૂર પડે છે.
૨૬ યુરોપીયન દેશોનો સમુહ, જ્યાં ના નાગરિકોને પાસપોર્ટ વગર પોતાની આજુબાજુની દેશોમાં પાસપોર્ટ વગર આવવા-જવાની સુવિધા આપવામાં આવી છે, જેને શેંગેન કહેવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



