એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો : ૧૫ ગોલ્ડ સાથે ઐતિહાસિક દેખાવ

0
17

જકાર્તા,તા.૧
ભારતે જકાર્તામાં એશિયન ગેમ્સના ૧૪માં દિવસે વધુ ૨ ગોલ્ડ મેડલ હાસિલ કર્યા છે. આ સાથે જ ભારત પાસે કુલ ૧૫ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ મેડલ થઇ ગયા છે જે ભારતનુ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન દર્શાવે છે. મેડલ ટેલીમાં ભારત ૮માં ક્રમે પહોંચ્યું છે.
આ પહેલા ૨૦૧૦માં ચીનના ગ્વાંગઝુમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે ૬૫ મેડલ મેળવ્યા હતા. બોક્સિંગમાં અમિત પંઘલ બાદ બ્રિજ ગેમ્સમાં શિવનાથ સરકાર અને પ્રણવ વર્ધનની જાડીએ ગોલ્ડ મેળવ્યો હતો. તેમના ગોલ્ડ મેડલ બાદ ભારત પાસે કુલ ૬૭ મેડલ થઇ ગયા છે. જા કે ચીને ૧૨૩ ગોલ્ડ સાથે કુલ ૨૭૩ મેડલ મેળવીને સ્પર્ધામાં પ્રથમ પાયદાન પર છે. જાપાન ૭૦ ગોલ્ડ અને કુલ ૧૯૪ મેડલ્સ સાથે બીજા સ્થાન પર j છે.
આ અગાઉ ૨૦૧૪મા દક્ષિણ કોરિયાના ઇંચયોન શહેરમાં યોજાયેલા અશિયન ગેમ્સમાં ભારત ૧૧ ગોલ્ડ અને કુલ ૫૭ મેડલ્સ મેળવી ૮માં સ્થાન પર રહ્યું હતું. જાકે હજુ ભારતને મેડલ્સ મળવાની આશા જળવાયેલી છે. આજે ભારતને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળવાની પૂરેપૂરી સંભાવના છે.
શનિવારે ભારતીય બોક્સર અમિત પંઘલે ૧૮મા એશિયન ગેમ્સમાં ભારતને ૧૪મો ગોલ્ડ અપાવ્યો છે. ૪૯ કિલોગ્રામ શ્રેણીમાં બોક્સિંગના ફાઇનલ રાઉન્ડમાં અમિતે રિયો ઓલમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ ઉજબેકિસ્તાનના હસનબોય દુશ્માતોવને ૩-૨થી મ્હાત આપી ગોલ્ડ હાસિલ કરી લીધો છે. ૨૨ વર્ષના અમિતે આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં લાઇટ ફલાયવેટ બોક્સિંગ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ગત વર્ષે તેમણે એશિયન ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
અમિતની શરૂઆત સારી હતી. પહેલા રાઉન્ડમાં વિપક્ષીએ આક્રમક વાર કર્યા હતા જ્યારે અમિત ડિફેન્સ કરી રહ્યા હતા જેને કારણે હસનના પંચથી તેઓ દૂર રહ્યા હતા. ત્યાંજ બીજા રાઉન્ડમાં અમિતે લેફ્ટ જૈબ અને રાઇટ હુકના બે કોમ્બિનેશનનો એક સાથે ઉપયોગ કરી પોઇન્ટસ મેળવ્યા હતા. બીજ રાઉન્ડમાં હસનનો આત્મવિશ્વાસ અમિતના પંચોની સામે ટકી શક્્યો નહતો. તેમનાથી પંચ મિસ થઇ રહ્યા હતા.
અમિતે ડિફેન્સ દ્વારા તક મેળવીને કાઉન્ટર કરવાની રણનીતિ અપનાવી હતી. જ્યારે હસને તેમની આ રણનીતિને જાણીને સારા હુક અને જૈબ લગાવ્યા હતા ત્રીજા રાઉન્ડમાં બંને ખિલાડી આક્રમક રહ્યા હતા. આ દરમિયાન બંનેએ સારા પંચ લગાવ્યા હતા. જાકે આ રાઉન્ડમાં બન્ને ખેલાડીઓને સરખા પોઇન્ટ મળ્યા હતા. આખરે પાચમાંથી ત્રણ રેફરીઓએ અમિતને વિજયી ઘોષિત કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY