સા.અરબે પડોશી દેશ કતરને અલગ કરવા માટે નહેર ખોદવાની યોજના બનાવી

0
26

રિયાધ,તા.૧
સાઉદી અરબે પોતાના પાડોશી દેશ કતરને અલગ કરવા માટે એક નહેર ખોદવાની યોજના બનાવી છે. ખાડી દેશના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ નહેર મારફતે કતરને એક દ્વીપમાં ફેરવી દેવાની યોજના છે જેથી કરી તેનો સાઉદી અરબ સાથે જમીનનો સંપર્ક જ ના રહે.
સાઉદી અરબ, યૂએઈ અને બહરીને કતર સાથે છેલ્લા ૧૪ મહીનાથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ ત્રણેય દેશએ કતર સાથે પોતાના તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યાં છે.
સાઉદીના ક્રાઉન પ્રિંસ મ્નોહમ્મદ બિન સલમાનના સિનિયર એડવાઈઝર સઉદ-અલ-કાહતાનીએ કÌšં હતું કે, હું સલ્વા આઈલેન્નડ પ્રોજેક્ટ લાગુ કરવાને લઈને ભારે આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યો છું. આ એક મહાન પ્રોજેક્ટ છે. આ ઐતિહાસિક પરિયોજના દ્વારા ક્ષેત્રનું ભૂગોળ જ બદલાઈ જશે. જા સાઉદી અરબિયાનો આ પ્લાન પુરો થશે તો કરત પ્રાયદ્વીપ સાઉદી અરેબિયાની જમીનથી કપાઈ જશે.
સાઉદી, બહેરીન, યૂએઈ અને ઈજીપ્તે જૂન, ૨૦૧૭માં કતર સાથે પોતાના કૂટનૈતિક સંબંધોનો અંત આણ્યો હતો. આ ચારેય દેશોએ કતર પર આરોપ લગાવ્યા હતાં કે તે આતંકવાદનું સમર્થન કરે છે અને કટ્ટર વિરોધી ઈરાનની સોડમાં ભરાઈ કહ્યું છે. જાકે આ તમામ આરોપો કતરે ફગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં જ સાઉદી સરકારના સમર્થન ધરાવતી સબક ન્યૂઝે એપ્રિલમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, સરકાર ૬૦ કિલોમીટર લાંબી અને ૨૦૦ મીટર પહોળી નહેર બનાવવાની તૈયારીમાં છે જેથી કરીને કતરને સાઉદી જમીનથી તેને અલગ કરી દેવામાં આવે. આ નહેરના એક ભાગને સાઉદી અરબ ન્યુકિલયર વેસ્ટ ફેસિલિટી તરીકે ઉપયોગમાં લેવાને લઈને પણ વિચાર હરી કહ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY