અમેરિકાના હોકઆઈ સ્ટેટમાં વાવાઝોડુ ત્રાટક્યુ,અનેક લોકો ઈજાગ્રસ્ત

0
3

બિલ્ડિંગ ધરાશાયી,૨૭૦૦૦ લોકોને જાખમ,ઈમરજન્સી જાહેર
હોકઆઈ,તા.૨૦
અમેરિકાના હોકઆઈ સ્ટેટના રૂરલ વિસ્તારમાં ગુરૂવારે મોડી સાંજે વાવાઝોડું આવતા ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ બિલ્ડિગોને નુકસાન થયું હોય અને લોકો નાસભાગ કરી રહ્યા હોય તેવા ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. વાવાઝોડાંમાં અનેક મકાનોની છત ઉડી ગઇ હતી અને કેટલીક બિલ્ડિગ્સ ધરાશાયી થઇ ગઇ છે.
અચાનક જ આવેલા વાવાઝોડાંના કારણે અમેરિકાના સેન્ટ્રલ લોવા વિસ્તારમાં બિલ્ડિગ્સ પડી ગઇ હતી અને અહીંના કોર્ટ હાઉસને નુકસાન થયું હતું. માર્શલટાઉન અને પેલ વિસ્તારમાં એગ્રીકલ્ચરલ મશીનરી પ્લાન્ટ ધરાશાયી થઇ ગયો હતો. વાવાઝોડાં સમયે પ્લાન્ટમાં લોકો કામ કરી રહ્યા હતા.
ઓથોરિટીના જણાવ્યા અનુસાર, યુનિટી પોઇન્ટ હેલ્થ હોસ્પિટલની બિલ્ડિગને પણ નુકસાન થયું છે અને કેટલાંક લોકોને ઇજા પણ થઇ છે. માર્શલટાઉનમાં અંદાજિત ૨૭ હજાર લોકોની વસતી છે અને હાલ આટલી મોટી સંખ્યામાં લોકોને વાવાઝોડાંના કારણે જોખમ વધી ગયું છે.
રસ્તા પર ઠેરઠેર બિલ્ડિગ્સ પડી જવાના કારણે ઇંટો, છતો પડેલી જોવા મળે છે. જ્યારે ઐતિહાસિક કોર્ટહાઉસ બિલ્ડિગ ૧૭૫ ફૂટ નીચે ધસાઇ ગઇ હતી. ઓથોરિટીએ ગુરૂવારે સાંજે અહીં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY